________________
૪૮૬
આત્મ-ઉત્થાનને પાયે
પાલન ઘરમાં બેસીને અથવા એકલા વસીને થઈ શકતું નથી. પણ તે માટે ગુરુકુળવાસમાં વસવું પડે છે.
અન ત ઉપકારી શ્રી તીર્થંકર ભગવતાએ સ'યમપાલનના જે લાભ ખતાન્યા છે તેના ભાગી બનવા માટે તેઓશ્રીએ જ પ્રકાશેલા વિધિમાર્ગોનું અપ્રમત્તપણે પાલન પણ કરવુ' પડે, તેમાં જે પ્રમાદ સેવાય કે અવિધિ આચરાય તે મુનિ તે લાભથી વ"ચિત રહી જાય.
જે સંયમ એક જ ભવમાં મુક્તિ અપાવે, તે સ`ચમનુ' અનેક વાર પાલન કર્યો છતાં પણ જો આપણી મુક્તિ થઈ નથી, તેા તેની પાછળ એક જ વસ્તુ રહેલી છે કે જે વિધિ મુજબ સયમ પાળવાનુ' શ્રી તીર્થંકર ભગવતાએ ફરમાવ્યું છે, તે વિધિ મુજબ પાલન થતું નથી.
પ્રત્યેક ક્રિયાનું' જે ફળ ખતાવ્યું છે, તે તે ક્રિયાનું યથાર્થ પણે વિધિપૂર્વક આરાધન કરવામાં આવે તે જ શકય બને છે.
ઉત્તમ પણ ક્રિયાઓ યથા પણું ફળદાયા નહિ નીવડતી હોવાની ફરિયાદનું મૂળ કારણ પણ અવિધિનું સેવન છે. નહિ કે તે ક્રિયામાં તેવુ' ફળ આપવાના સામર્થ્ય'ના અભાવ.
જે જે ક્રિયાઓનું જે જે ફળ છે, તે તે ક્રિયામાં તે જ ફળ આપી શકે છે. હીરાના વેપારી પાસેથી સીધી રીતે કાલસા ન મળે તેથી હીરાના વેપારીમાં કાલસા આપવાની ત્રેવડ નથી એમ નહિ કહેવાય, પણ તે તેના વેપાર નથી એમ જ કહેવાશે.
જેમ જિનપૂજાનું ફળ સયમની પ્રાપ્તિ છે, સયમની પ્રાપ્તિ માટે જિનપૂજ કરવી. તે તેની વિધિનું પાલન છે અને તે રીતે થતી જિન પૂજા, શાસ્ત્રકાર ભગવ ́તાએ ક્રૂરમાવ્યા મુજબનું ફળ આપે છે. પણ અન્ય ઇશદે કરવામાં આવતી જિન પૂજા ન ફળે તેમાં જિનપૂજાના પ્રભાવ આછે છે એમ નહિ, પણ તેમાં અવિધિનું આચરણ એ જ
ાષપાત્ર છે.
શ્રી જિનપૂજ્રરૂપ ઔષધનુ સેવન કરવુ' અને સયમપ્રાપ્તિથી દૂર દૂર ભાગવું', અથવા સાંસારિક સુખના ઇરાદે શ્રી જિનપૂજા કરવી એ ઔષધનું સેવન કર્યાં પછી, કુપથ્યનુ સેવન કરવા જેવું છે અને કુપથ્યનુ સેવન નુક્રસાન કરે તેમાં ઔષષ દાષિત નથી. આ જ પ્રમાણે દરેક ક્રિયામાં સમજી લેવું.
મુનિપણુ એ સશ્રેષ્ઠ વસ્તુ છે અને તેનું પાલન અનંત ઉપકારીઓની આજ્ઞા મુજબ ગુરુકુળવાસમાં રહીને જ થઈ શકે છે. ગુરુકુળવાસમાં વસવા છતાં પણ મુનિ જે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ વતન ન કરે તો તે ગુરુકુળવાસ પણ તેને ફળદાયક ખની શક્તે નથી, પણ અનેક પ્રકારની વિરાધનાનું સ્થાન બને છે અને પરિણામે આત્માની અધાગતિનું જ કારણ મને છે.