________________
૪૮૪
આત્મ-ઉત્થાનને પાયે અનુપમ ઉપકારી આ સામાચારીનું વિશેષ વર્ણન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આવશ્યક સૂત્ર આદિ મૂળ આગમાં તથા શ્રી પંચાશક, શ્રી પંચવતુ આદિ પ. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાનાં ગ્રન્થરમાં છે. અધિક જિજ્ઞાસુએ તેમાંથી ગુરુગમપૂર્વક જાણવા પ્રયત્ન આદર.
આદર્શ મુનિજીવન હિતશિક્ષા
“ઓછામાં ઓછું બેલવું અને અધિકમાં અધિક કામ કરવું.” આ જ બે બાબતમાં મુનિપણાને સાર આવી જાય છે.
ન છૂટકે બોલવું પડે ત્યારે પણ પોતાની પ્રશંસા અને બીજાની નિંદાને એક પણ શબ્દ ન આવી જાય, તે માટે મુનિએ પૂરેપૂરા સાવધ રહેવું જોઈએ.
નિંદનીય પણ નિંદાપાત્ર નથી, પણ કર્મસ્થિતિને વિચાર કરીને દયા ચિંતવવા લાયક છે. અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી પિતાને આત્મા તે પ્રત્યક્ષપણે નિર્ગુણી હેવાથી જરા પણ પ્રશંસા કરવા લાયક નથી.”
ઉપકારીઓ તરફથી વારંવાર આપવામાં આવતી આ જાતની હિતશિક્ષામાં-અત્યંત સૂમ દષ્ટિથી વિચાર કરતાં-ઘણે ઘણું સાર સમાયેલો છે.
અનેક વર્ષો સુધી શાસ્ત્રોના પરિશીલન પછી અને વિનયપૂર્વક સાગુરૂઓની નિશ્રા સેવીને, પિતાના અનુભવથી સિદ્ધ કરેલી આ હિતશિક્ષા, દેખાવમાં ભલે સામાન્ય જણાતી હોય. પરંતુ અર્થથી ઘણી જ ગંભીર આશયવાળી છે. કારણ કે અનેક શાના દેહનરૂપ હેવાથી આત્માને હિત કરનારી અને પરિણામે અનુપમ લાભ આપનારી છે.
આ કારણે આ હિતશિક્ષા જીવનને અજવાળનારી છે.
આ વિષમ કાળમાં પણ જે દરેક મુનિ, આ સાદી શિખામણને આદરપૂર્વક અપનાવી લે, તે આ કાળમાં પણ તે ઘણું ઘણું સાધી શકે.
ભાવદયાના સાગર સમાન, ઉપકારી ગુરુ તરફથી નિસ્વાર્થ ભાવે આપવામાં આવતી આ હિતશિક્ષાની પાછળ ખરેખર એ ઉપકારીઓની ભાવયા જ તરવરે છે.
સાચા હિતચિંતકના હિતોપદેશની ભીતરમાં, મુખ્યતયા ભાવદયાનું જ પ્રાધાન્ય હોય છે. એ હકીકત માહગ્રસ્ત આત્માએ મેહની પ્રબળતાના કારણે સમજી શકતા નથી, એ હજનક બીના છે.