________________
૪૮૨
આત્મ-ઉત્થાનો પાયો કેટલાકની એવી ફરિયાદ છે કે, “જૈન સાધુ કે શ્રાવક જીવનનું સ્વરૂપ સુંદર છે, ઉચ્ચ અને આદર્શરૂપ છે. જેનાં અહિંસા, સંયમ અને તપ પોતાની ઉગ્રતા અને ઉજજવળતા આજેય જાળવી રહ્યાં છે, પરંતુ એક મનુએ બીજા મનુષ્યની સાથે કેમ વર્તવું કે એક શ્રાવકે બીજા શ્રાવક બંધુની સાથે કેમ વર્તવું યા એક સાધુ મુનિરાજે બીજ સમાનધર્મી સાધુની સાથે કેમ વર્તવું તે સંબંધી જેવું જોઈએ તેવું શિક્ષણ, જેના ધર્મમાં આપવામાં આવ્યું હોય તેમ લાગતું નથી.”
પણ આ ફરિયાદ યથાર્થ નથી.
જેઓએ પ્રાચીન કે અર્વાચીન જૈનાચાર્યોના પ્રમાણભૂત (શાધારમૂલક) ગ્રન્થને કે ઉપદેશને અભ્યાસક દષ્ટિએ, જિજ્ઞાસા બુદ્ધિથી થોડે પણ પરિચય સાથે હશે, તેઓને એ વાત પ્રથમ દષ્ટિએ જ પૂરેપૂરી ખ્યાલમાં આવી ગયા સિવાય નહિ રહે કે જૈન ધર્મમાં જેમ નાનામાં નાના જીવની પણ હિંસા ન કરવા પર ભાર મુકાયો છે, તેમ પ્રાણીવર્ગમાં સર્વશ્રેષ્ઠ એવી મનુષગતિ અને મનુષ્યજાતિમાં જીની સ્વલ્પ પણ પીડા વર્જવા માટે અને તેમને સન્માર્ગની પ્રાપ્તિ સર્વ રીતે સુલભ બનાવવા માટે ઘણા ઉત્તમ પ્રકારના માર્ગો ઘણી ઝીણવટપૂર્વક તથા જીવનના પ્રત્યેક અંગના પૃથકકરપૂર્વક બતાવેલા છે.
તે બધાને સમાવેશ પૂર્વાચાર્યોએ માનુસારીના ન્યાયસંપન્ન વૈભવ આદિ પાંત્રીસ ગુણમાં અને દ્રવ્યશ્રાવકના અક્ષુદ્રાદિ એકવીસ ગુણામાં કરેલ છે. અને તે ગુણ ઉપર જ ધાર્મિક જીવનને પાયે રચવાનું ફરમાવેલું છે.
એ પાયા ઉપર રચાયેલી ધાર્મિક જીવનની ઈમારતને વધુ સુદઢ બનાવવા માટે સાધુજીવનની પ્રાપ્તિ થયા પછી પણ હશવિધ ચટવાલ સામાચારીમાં, “ઈરછાકાર” મિચ્છાકાર” અને “તહકાર સામાચારીઓને જીવનમાં પ્રધાન સ્થાન આપવાનું ફરમાવેલું છે.
શાગાભ્યાસનિપુણ વર્તમાન જૈનાચાર્યો કે જેઓ સાધુજીવનના વિશિષ્ટ ઘડતર માટે ખૂબ રસ લઈ રહ્યા છે, તેઓને એ અભિપ્રાય છે કે, “જેને સાધુજીવનને કંઈ સાર હોય, કઈ અર્ક હોય, તે તે દશ પ્રકારની ચક્રવાલ સામાચારીનું પાલન છે. અને તેમાં પણ પ્રથમની ત્રણ સામાચારી બધા સાધુ આચારમાં મુકુટ સમાન છે.”
પ્રથમની એ ત્રણ સામાચારીના સોપાંગ શુદ્ધ પાલન વિના જીવનની સાંગોપાંગ શુદ્ધિ થવી અશક્ય છે.
ઈચ્છાકાર' સામાચારી એમ શીખવે છે કે મોટા સાધુએ, નાના સાધુ પાસે કઈ પણ કાર્ય કરાવવું હોય તે ઈચ્છા પ્રધાન બનવું જોઈએ.
મતલબ કે નાના સાધુ કે શિયની ઈચ્છા જોઈને જ તે કાર્ય કરવા માટે ફરમાન કરવું જોઈએ.