________________
૪૮૨
આત્મ-ઉથાનને પાયે
વિરતિની આવશ્યક્તા
કરેમિ ભંતે ની પ્રતિજ્ઞા સિવાય, સાધુપુરુષ પટકાય જીવની રક્ષા નહિ કરી શકે.
બે ઘડી (૪૮ મિનિટ)ના સામાયિકના મૂલ્યનું નિમિત્ત પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા વિના તપ પણ શક્ય નથી.
પ્રતિજ્ઞાપૂર્વક પાપને ત્યાગ કરી, સર્વ જીવાત્માઓને સ્વ સમાન માનનાર તેમજ નિર્ગસ્થતાને ધારણ કરનાર સાધુ છે.
આવા સાધુ ભગવંત સર્વ કાર્ય કરવા છતાં આત્મરમણતામાં રહે છે. આત્મરમણતા તે સ્વગ્રહ છે. મહારાજાનું ઘર તે શત્રુનું ઘર છે.
મારું” અર્થાત્ પરને મારવાની ઈચ્છા. એટલે “મારું ઘર' તે મહારાજાનું ઘર. ત્રણ જગતના જીના શત્રુ મેહનું ઘર.
વિગઈ તે શત્રુનું ઘર છે. આયંબિલ તે મિત્રનું ઘર છે. ઉપવાસ તે આત્માનું ઘર છે.
આત્માના શત્રુ કોણ? અને મિત્ર કોણ? તે જાણવું જરૂરી છે. શત્રુને મિત્ર માની લેવાય અને મિત્રને શત્રુ, તે અનર્થ થાય.
શરીર વિનાશી છે. આત્મા અવિનાશી છે. ૧૦ પ્રાણુ કર્મરચિત છે. શરીરના નાશની સાથે તે પ્રાણને પણ નાશ થાય છે.
જ્યારે આત્માના જ્ઞાનદર્શનાદિ ચાર પ્રાણે આત્માની જેમ જ અવિનાશી છે. તેમાં રહેવા માટે પ્રતિજ્ઞા જરૂરી છે.
સાધુ ભગવંતેને થતે નમસ્કાર, વાસ્તવમાં તેમણે સેલ્લાસ સ્વીકારેલી વિરતિને જ નમસ્કાર છે.
સંધર્મેન્દ્ર પણ સાધુ ભગવંતની વિરતિને નમસ્કાર કરીને સિંહસાન પર બેસે છે. સૌધર્મને પણ ઈન્દ્ર બનાવનાર તેમણે પૂર્વકાળના માનવભવમાં પાળેલી “વિરતિ” જ છે.
વિરતિ ટેક્ષનું કારણ છે. આ “વિરતિ” માનવભવમાં જ શકય છે. માટે માનવભવ મહામૂલું ગણાય છે.
વિરતિ અને જીવમત્રી વચ્ચે ગાઢ સંબંધ છે. “સર્વ જીવ હિતરતિ—એ વિરતિને જ પર્યાય છે.
વેશની સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વિવિધ પાલન કરનાર સાધુમાં સદાય “અમારું ની ભાવનાને ઉજાસ વર્તતે હોય. એવા સાધુ “હું” અને “મારું”ના સ્થાને “અમે અને અમારા સ્થાન પામીને “જીવમૈત્રીને ઝળકાવે છે.