________________
આત્મ-હત્યાનનો પાયો
તપ અને જપ ગૃહસ્થને લોકિક દ્રષ્ટિએ જેમ ધન અને રસી વિના ન જ ચાલી શકે, તેમ ગૃહત્યાગી અણુગારને દેવ અને ગુરુના અનુગ્રહ વિના ન જ ચાલી શકે.
દેહ-પ્રાણ ટકાવવા માટે ધન અને ધરાની જેમ ધર્મપ્રાણ-સંયમપ્રાણને ટકાવવા માટે દેવ-ગુરુ અને તેમના અનુગ્રહની અનિવાર્ય આવશ્યકતા છે.
ભાગીને જેવી ધનની આવશ્યક્તા, લેગીને તેવી જ અનુગ્રહની આવશ્યક્તા, સંયમને પ્રાણ છે ત૫ અને જ૫. તપને જન્મ ભેદજ્ઞાનમાંથી છે. જપને જન્મ અભેદ જ્ઞાનમાંથી છે.
દેહ અને આત્માના ભેદનું જ્ઞાન તપમાં પ્રાણ પૂરે છે અને આત્મા અને પરમાત્માના અભેદનું જ્ઞાન જપમાં પ્રાણ પૂરે છે.
તપથી તનશુદ્ધિ થાય છે અને જપથી મન શુદ્ધિ. તન અને મનની શુદ્ધિ એ જ સંયમનું ફલ છે.
તપથી શુદ્ધિ થાય છે, જપથી પુષ્ટિ થાય છે. શુદ્ધિ, કર્મક્ષયજનિત આંશિક નિર્મલતા છે. પુષ્ટિ પુજયરૂપ છે.
“ચત્ર સંચમ' એ વ્યાખ્યા મુજબને સંયમ પણ તપ અને જપથી સાધ્ય છે. જપથી ધારણા બંધાય છે અને તપથી ધ્યાન થાય છે.
જપથી પ્રશરત ઈછા અને તપથી ઈછાનિરોધ, એમ એકબીજાના પૂરક બનીને તપ અને જપ મુમુક્ષુ આત્માને પિતાના આત્મ વિકાસમાં પ્રબલ સહાય કરે છે.
ચાર અનુગ અને રત્નત્રયી દ્રવ્યાનુગ એ સમ્યગ્દર્શનનું કારણ છે. ગણિતાનુયોગ એ સમ્યજ્ઞાનનું કારણ છે અને ચરણકરણાનુગ એ સમ્યફ ચારિત્રનું કારણ છે. રત્નત્રયીની આરાધના કરનારને કેવી રીતે મિક્ષ થાય છે અને વિરાધના કરનારને કેવી રીતે સંસારમાં રખડવું પડે છે, તેને થે ધર્મકથાનુગ સમજાવે છે.
દ્રવ્યનયની અપેક્ષાએ શુદ્ધ એ આત્મા પણ પર્યાયનયની અપેક્ષાએ અનાદિથી અશુદ્ધ છે. તેને શુદ્ધ કરવા માટે સાધુ ધર્મ અને શ્રાવક ધર્મના આચારનું નિરૂપણ તે ચરણકરણાનુયોગ છે.
અશુદ્ધ એવા આત્માને શુદ્ધ બનાનવાને પ્રેરણાત્મક બેધરૂપ મહાપુરુષના ચરિત્રના વર્ણન-તે ધર્મકથાનુગ છે.