________________
છ જીવનીકાયની રક્ષા
મેાક્ષનું દ્વાર મૈત્રી
માક્ષના દ્વાર ખેાલવા માટે જીવમૈત્રી ઉત્પન્ન થવી જોઈએ.
જીવ મૈત્રી એ સમકિત. પપદાર્થમાં પ્રીતિ એ મિથ્યાત્વ. મિથ્યાત્વ એ માટું પાપ શ્રી નવકારની શ્રદ્ધાથી પાપપક્ષના નાશ અને પુન્યપક્ષની વૃદ્ધિ થાય છે. એસા પ′ચ નમુક્કારા, સવ્વપાવપણાસા,
૪૯૩
એ શ્રી નવકારનુંાષણા પત્ર છે. એટલે પંચ નમસ્કારરત આત્માના પાપાને નાશ થાય છે.
• જગતના સર્વ જીવાના સર્વ પાપો નાશ પામેા' એ ભાવના ભાવવાથી દુઃખના નાશ થાય છે. પાપના નાશથી જ દુઃખના નાશ થતા હોય છે.
સાધુતા માટે વેશ, ક્રિયા અને ભાવ ત્રણે જેઈ એ.
સાધુ બન્યા પછી પણ જે સર્વ જીવરાશિ તરફ શુભભાવ ન હોય તે શ્રાવક કરતાં પશુ ઊતરતી કક્ષા ગણાય.
આ ભાવના ખાખર ભાવતાં ભાવતાં જ શ્રાવક પણ સાધુધર્મના પાલનની ચેાગ્યતા હાંસલ કરી શકે છે. જીવ તરફના દ્વેષને કારણે પેદા થતા પાપને ધાવાની પ્રચ'ડ શક્તિ આ ભાવનામાં રહેલી છે.
છ કાય જીવની રક્ષામાં જીવન વ્યતીત કરવાથી ત્રણ ભવમાં મેાક્ષના સુચાઞ થાય છે, ભવપાર થવાય છે.
પાપ ૧૮ છે. પુણ્ય ૯ છે.
અઢારે પાપનો નાશ કરી નવ પુણ્યના પ્રાદુર્ભાવ, નવપદની ભક્તિથી થાય છે. નવપદ્મને સમર્પિત થનારનાં સર્વ પાપાને નાથ, નવપદ કરે છે.
નવપદમય શ્રી સિદ્ધચક્રનું ધ્યાન એ પરમક્રયાળુ શ્રી અરિહંતનું ધ્યાન છે. શ્રી અરિહંતનું ધ્યાન અરિને હણે જ.
આત્માને અરિ છે–માહ અને મિથ્યાત્વ.
અતત્ત્વમાં તત્ત્વ બુદ્ધિ, તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિ તે મિથ્યાત્વીનું લક્ષણ છે.
સમકિતી જીવમાત્રના મિત્ર હોય. જડ સાથે તે ી ન બધાય. શરીર અને તેના ધર્માને બદલે આત્મા અને તેના ગુણેામાં તેની રમણુતા હૈાય. તેથી પરમાત્મા તેને પ્રાણપ્યારા લાગે છે.
એ પ્રાણ પ્યારા પરમાત્માને સમગ્ર જીવન સમર્પિત કરી ઢે છે અને પરમપદને પ્રાપ્ત કરવા સદા પ્રયત્નશીલ રહે છે.