________________
૪૯૦
આત્મ-ઉત્થાનને પા. મુનિ પણાને ઉચિત સર્વ ક્રિયાઓ, મુનિ અપ્રમત્તપણે આચરે. ઊંઘ અલ્પ લે અને તે સિવાયના કાળમાં જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, જા૫ અથવા સ્વ–પરહિતકર કઈને કઈ ક્રિયામાં જ મગ્ન હોય, પણ એક મિનિટ પણ વેડફે નહિ.
એ પ્રમાણે શ્રી તીર્થકર દેવની આજ્ઞા મુજબ પાળેલ સંયમ આત્માને સર્વકાળમાં હિતકારી નીવડવા ઉપરાંત અનેક આત્માઓને પ્રેરક તેમજ ઉપકારક નીવડે છે.
ગુરુકુળવાસમાં વસતા મુનિએ પિતાના આત્મય માટે એક બાબત ખાસ ખ્યાલમાં રાખવાની છે કે જે ક્રિયા કરવાથી વિષય અને કષાયની મંદતા થાય તે ક્રિયાની જા જેટલી પણ ઉપેક્ષા ન થઈ જાય.
જે ક્રિયાઓ કરવાથી વિષય અને કષાય પાતળા પડતા નથી, તે કિયાઓ ગમે તેટલી મોટી હેય, છતાં આરાધનાના માર્ગમાં તેની કઈ કિંમત નથી, પણ તે માત્ર કાયલેશરૂપ અને અર્થહીન બેજારૂપ બને છે.
અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતેએ ફરમાવેલી વિવિધ પ્રકારની આજ્ઞાઓ. માંથી કઈ પણ આરા લઈશું તે તે આસાની પાછળ પ્રધાનપણે એ એક જ ભાવ રહેલે પ્રતીત થશે કે કોઈ પણ રીતે વિષય અને કવાયની મંદતા થાઓ. બસ આ એક જ ઇવનિ પ્રત્યેક આજ્ઞાના મૂળમાં રહેલું હોય છે.
જે ક્રિયામાં આત્માનું હિત નથી, તે ક્રિયા પરમાર્થથી ક્રિયા જ નથી. લાપકરોડના વેપારમાં જે નફે નથી તે તે વેપાર જેમ નિરર્થક છે, તેમ પરોપકાર માટે ગણાતી મોટામાં મોટી ક્રિયાઓમાં પણ જે આત્મહિતની બુદ્ધિ નથી, તે તે પણ નિરર્થક છે.
છેવટે ઓછામાં ઓછું બોલવું અને વધુમાં વધુ કામ કરવું એ પ્રમાણે આ લેખના પ્રારંભમાં દર્શાવેલા બે મુદ્દાઓનું અમલીકરણ મુનિજીવનમાં ખાસ જરૂરી છે.
એના વિના યથાર્થ પ્રગતિ શક્ય નથી. વિનોની પરંપરા ઘટવાને બદલે વધતી જ જાય છે. આથી આદર્શ મુનિજીવનના ઘડતર માટે ઓછામાં ઓછું બેલડુએ ઉપાય સર્વોત્તમ છે. “પૂછ્યા વિના કેઈની સાથે બોલવું નહિ. ખરાબ ઈરાદે પૂછનારને પણ ઉત્તર આપ નહિ.
જાણવા છતાં બુદ્ધિમાન પુરુષ અનર્થકર બાબતેમાં લેકને વિષે જડની જેમ આચરણ કરવું. તુલા ભાવ અપનાવ જોઈએ.”
ટંકશાળી આ શામવચને મુનિએ ગાંઠે બાંધવા જેવાં છે. તેથી સાધકનું જીવન આદર્શરૂપ બને છે.