________________
૨૮૬
આત્મ–ઉત્થાનને પાયે
આવી તીવ્રતમ ભાવના, તેમના સિવાય બીજા કેઈ આવવાની શક્યતા જ નથી, કારણ કે અનાદિ સિદ્ધ યોગ્યતા તેમના સિવાય બીજા કેઈને ય કેવી રીતે આવે?
તેમની ભાવના જ એવી છે કે જેથી કેવળ પુણ્યનું જ સર્જન થાય, કારણ કે તે ભાવનામાં સ્વાર્થને એક અંશ પણ હોતું નથી અને પાર્થમાં કઈ બાકી રહેતું જ નથી.
જીવ માત્ર પ્રત્યેના તેમના વાત્સલ્યને, માતાના વાત્સલ્યની સાથે પણ નહિ સરખાવી શકાય. કારણ કે માતા પિતાના બાળકનું પરિપૂર્ણ હિત ચિતવે છે, તે પણ તે કેવળ ભૌતિક હોય છે અથવા બહુ તે નૈતિક અને વિરલ પ્રસંગમાં જ તે આધ્યાત્મિક સ્વરૂપનું હોય છે.
જ્યારે શ્રી તીર્થકરદે પ્રત્યેક જીવના આધ્યાત્મિક કલ્યાણને માતા કરતાં પણ અનંતગુણ વધારે ભાવથી ચાહે છે અને એ આધ્યાત્મિક કલ્યાણની ભાવના જ એવી છે કે જ્યાં સુધી તે ફળીભૂત ન થાય, ત્યાં સુધી નૈતિક તેમ જ ભૌતિક કલ્યાણ, આનુષંગિક રીતે અવશય થયા કરે છે.
તેથી શ્રી તીર્થંકરદેવ જગતના છેને કેવળ મેક્ષ સુખના દાતા તે છે જ. પણ એ ન મળે ત્યાં સુધી જીવ માત્રને અસંકિલષ્ટ સુખમય જીવન જીવવા માટે જરૂરી સઘળી સામગ્રી મળવામાં અસાધારણ કારણભૂત પણ છે, એમ કહેવું તે જરા પણ અતિશયોક્તિભર્યું નથી.
અને પિતાના પુણ્યથી બધી સામગ્રી મળે છે, તે કમને નિયમ સાચે છે, તે પણ તે કર્મને શુભ બનાવનાર અથવા શુભ કર્મ કરવા માટેની પ્રેરણુ ઉત્પન્ન કરનાર શ્રી તીર્થકર દેને અચિત્ય પ્રભાવ, તેમની જીવ માત્ર પ્રત્યેની કલ્યાણ ભાવના અને તે ભાવનામાંથી ઉત્પન્ન થતા ધર્મતીર્થ સિવાય બીજુ કેણ છે ?
શ્રી તીર્થંકરદેવેની સર્વોચ કલ્યાણકાર ભાવનાને પહોંચી શકે એવી ભાવના જ્યાં સુધી બીજા કોઈની સાબિત ન થાય, ત્યાં સુધી વિશ્વ પર શાસન, શ્રી તીર્થંકર પરમાત્મએનું વર્તી રહ્યું છે, તેમ માનવામાં લેશ પણ બાધા નથી. ઊલટું એમ ન માનવામાં, આપણે જેના ઉપકારના ઋણી છીએ, તે સર્વશ્રેષ્ઠ શાસનનો દ્રોહ કરનારા થઈએ છીએ.
એ શાસનને દ્રોહ એટલે આપણું ભલું ચિતવનાર શ્રી તીર્થકર ભગવંતને અથવા તેઓની વિશ્વ કલ્યાણકર ભાવનાને દ્રોહ થાય છે.
શ્રી તીર્થકરના શાસનની મહાસત્તા આ વિશ્વ ઉપર પરોપકારનું મહાન કાર્ય કરી રહેલ છે, એવી પ્રતીતિ આજે કેટલાને છે? જો તે ન હોય અને ન લેવાથી વિપકારક શાસનની મહાસત્તાની ઉપેક્ષા કે દ્રોહ થતા હોય અને તે દ્વારા અનંત સંસાર પરિભ્રમણનું મહાપાતિક લાગતું હોય, તે તેનાથી ઉગારી લેનાર તથા સાચી શ્રદ્ધાને જગાડનાર સત્યતત્વને બેધ પ્રત્યેક ઉપર પણ તેટલો જ ઉપકાર કરનાર છે.