________________
૩૩૪
આત્મ-હત્યાનો પાયો
બાહ્ય ઈચ્છા: એક પાપ
ઈચ્છા બાહ્ય સુખ સમૃદ્ધિની કામના, એ અનાત્મભાવ પિષક હેવાથી પાપ છે. પુણ્યકાર્ય સાથે બાહ્ય મલિન-ઇરછાનું પાપ ભળે છે, ત્યારે પુણ્ય પણ પુણ્યાનુબંધી ન બનતાં પાપાનુબંધી બની જાય છે.
નાનું પણ પુણ્ય, પિતાનું શુભ-ફળ અવશ્ય આપે છે. પણ પુણ્ય કરતી વેળાએ જે પુણ્યના લૌકિક-ફળની ઈચ્છા કરવામાં આવે, તે એ પુણ્ય પિતાનું પૂર્ણ ફળ આપવા સમર્થ નથી બનતું, પણ ઈરછાનું પાપ ભળવાથી તે પાપાનુબંધી બની જીવને દુર્ગતિના દારૂણ દુઃખને આપનારું પણ બની જાય છે. માટે દાનપુણ્ય કે ધર્મકાર્ય કરતાં કદાપિ તેના બદલામાં બાહ્ય સુખસંપત્તિની અભિલાષા ન રાખવી જોઈએ.
સકામ-નિદાન પૂર્વકના પુણ્યથી મળેલી બાહ્ય સુખ-સામગ્રી જીવને ઢીલા ગોળ પર બેઠેલી માખીની જેમ ક્ષણિક સુખસ્વાદ આપીને અંતે આત્મઘાતક નીવડે છે. જ્યારે નિષ્કામભાવે પોપકારના લક્ષથી કરેલાં પુણ્યને અને તેના દ્વારા મળતી બાહ્ય સુખ સામગ્રીને સાકરના ગાંગડાની ઉપમા આપી શકાય. સાકરના ગાંગડા પર બેઠેલી માખી સાકરને સ્વાદને લઈ, અંતે ઊડી જવાની પણ સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. માટે પુણ્યકમ કરતી વખતે કેવળ કર્મક્ષય અને પાયક્ષયની જ ઈચ્છા રહે અને કોઈ પ્રકારની બાહા ભૌતિક ઈચ્છા ન સેવાઈ જાય, તેની પરિપૂર્ણ કાળજી મેક્ષાભિલાષી છાએ અવશ્ય રાખવી જરૂરી છે. કૃતજ્ઞતા–ગુણની કેળવણી
પુય પુણ્યાનુબંધી એટલે કે પાપનાશક અને મોક્ષ સાધક બની રહે, એ માટે જીવનમાં કૃતજ્ઞતા અને પરોપકાર ગુણ કેળવમેળવવો અત્યંત જરૂરી છે. જીવની પાત્રતાનું કે ધર્મના અધિકારીપણાનું આગવું લક્ષણ કૃતજ્ઞતા છે. નમુત્યુનું સૂત્રમાં અરિહંત પરમાત્માને “પુરી સુત્તરમાણું અને લગુત્તરમાણું” વગેરે જે પ દ્વારા સ્તવન વામાં આવ્યા છે, તેમાં તેમને નિરુપચરિત લકત્તર પર પકાર ગુણને પ્રક જ કારણભૂત છે. સિદ્ધા–પરમાત્મા સર્વ-કર્મથી મુક્ત અને સર્વગુણ સંપન્ન હોવા છતાં, શ્રી, નવકાર મંત્રમાં અને શ્રી સિદ્ધચક્ર યંત્રમાં, અરિહંત પદને આપવામાં આવેલી પ્રથમતાપ્રધાનતા એ તેમના સર્વોત્કૃષ્ટ અને સક્રિય લેકોત્તર–પોપકાર ગુણને જ આભારી છે.
લેકમાં જે કંઈ ઉચ્ચ સ્થાને કે પદે છે, તે લત્તર પરોપકારી પુરુષોને જ પ્રાપ્ત થાય છે. તીર્થંકર પદની પ્રાપ્તિ પણ “સવિ જીવ કરું શાસનસી” ની પરેપકારમય લકત્તર ભાવનાનું જ ફળ છે અને તેનું કાર્ય પણ પરોપકાર જ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાંની સાથે જ તીર્થકર–પરમાત્મા તીર્થની સ્થાપના કરી ભવ્ય અને શાશ્વત સુખશાંતિનો સાચે માર્ગ બતાવે છે અને એ જ તેમને લોકોત્તર ઉપકાર છે. તીર્થ એ.