________________
૪૦૪
આત્મ-ઉત્થાનનો પાયો
સુખનું સાચું સ્વરૂપ સુખ બાઢા પદાર્થોને ધર્મ નહિ, પણ અંતરના અનુભવની વસ્તુ છે. બાહ્ય ધનના ઢગલા હોય પણ ચિત જે કોઈ ચિંતાથી સળગી રહ્યું હોય તે તે વ્યક્તિ સુખી કઈ રીતે કહી શકાય? ટૂંકી બુદ્ધિવાળા માને છે કે સુખ ઘનમાં છે, સ્ત્રીમાં છે, મેવામીઠાઈમાં છે, માન-પાન અને સત્તા-સાહ્યબીમાં છે; પણ તે મિથ્યા છે.
સુખ એ બાહ્ય વસ્તુને ધર્મ નથી, એ તે આત્માની ચીજ છે. અને એ ત્યારે જ અનુભવમાં આવે છે, કે જ્યારે કઈ ચિંતા ન હોય, ભય ન હોય, અજપ ન હોય, પરંતુ નિશ્ચિતતા, નિર્ભયતા અને શાંતિ હોય -
વન-વગડાના અત્યંત ભૂખ્યા માણસને સૂકે વેટલે પણ મહાસુખ આપે છે. તેવી રીતે ધર્માત્માને દુન્યવી સામાન્ય સંગમાં પણ સતેષ રહે છે. પુણિયા શ્રાવકને રહેલા સંતેષનું દૃષ્ટાંત આની સાક્ષી પૂરે છે.
ધર્મ વડે પુણ્યના ચેક સર્જાય છે. અને તે જન્માંતરમાં સારી ગતિ, કુળ, જાતિ, આરોગ્ય, ઋદ્ધિ-સમૃદ્ધિ અને ધર્મ સામગ્રી આપે છે.
સુખ એ બજારમાંથી ખરીદી લેવાની ચીજ નથી, પણ આત્માના ઘરમાં વસવાટ કરવાથી તે પમાય છે. જેને સ્વાદ શબ્દાતીત છે. સુખ-દુખનું દર્શન ચિંતન
પિતાનાથી અધિક દુઃખીને જોઈને તેનું દુઃખ દૂર કરવાની બુદ્ધિરૂપી દયાથી પિતાનું દુ:ખ અને તેનાથી આવેલી દીનતા નષ્ટ થાય છે. પિતાથી અધિક સુખીનું સુખ જોઈને તેમાં હર્ષ (પ્રમોદભાવ) ધારણ કરવાથી પિતાના સુખને ગર્વ ગળી જાય છે.
આ રીતે નિગોદના દુઃખને અને સિદ્ધના સુખનો વિચાર અનુક્રમે દીનતા અને અને દપને નિવારવાને સાટ ઉપાય છે. બધાં દુઃખી આત્માનાં દુઃખ કરતાં નરકનાં નારકીનું દુઃખ ચડી જાય છે, તેથી પણ અધિક દુખ નિગદમાં છે. બધાં સુખી આત્માએનાં સુખ કરતાં પણ એક સિદ્ધના આત્માનું સુખ અનંતગણું વધી જાય છે.
એક નિગોદને જીવ જે દુખ ભોગવે છે, તે દુઃખની આગળ નિગદ સિવાયના સર્વ જીવોનું દુખ એકત્ર થાય, તે પણ કઈ વિસાતમાં નથી. એક સિદ્ધના જીવનું સુખ, દેવ અને મનુષ્યના ત્રણે કાળના સુખને અનંત-અનંતવાર ગુણાકાર કરવામાં આવે, તે પણ એની સરખામણીમાં ઘણું ઘણું વધારે છે.
એ રીતે દયા અને પ્રદ વડે દ્વેષ અને શગ તથા મોહ એ ત્રણેય દોષોને એક સામટે નિગ્રહ થાય છે.