________________
શૂદ્ધ નયની ભાવના
૪૩૭
આત્મા જેટલા અંશે પિતાને ભૂલે છે, તેટલા અંશે પરાશ્રયી બને છે. શુભાશુભ ભાવવાળો બને છે. તેનું મૂળ સંસાર ભાવ છે, જેટલા અંશમાં આત્મદષ્ટિવંત બને છે, સ્વાશ્રયનું લાય કરે છે. ત્રિકાળ એકરૂપ, ધ્રુવ જ્ઞાયક રૂપમાં પરિણામ પામે છે, તેનું ફળ મુક્તિભાવ છે.
આત્મભાવના તે અહંકારથી ૨હિત શુદ્ધ અને શુદ્ધ બંધ છે. “I am thatIam.
જ્યાં સુધી સાધક સ્વાશ્રયી શુદ્ધ અને નિર્મળ બંધ નથી કરતું, ત્યાં સુધી તે નિશ્ચયથી મિથ્યાદષ્ટિ છે. સ્વતંત્ર સ્વત્વ પર, પૂર્ણ અખંડ વ્યક્તિત્વ પર તેને આત્મવિશ્વાસ બનતું નથી, પર મુખ પ્રેક્ષણ કરી જગતના દાસરૂપે ઘર ઘર ભટકે છે.
સ્વાશ્રયી ભાવનું દર્શન, અતિરિક પુરુષાર્થને જગાડે છે. એ પુરુષાર્થ વડે જ મુક્તિ લાભ થઈ શકે છે. તે પુરુષાર્થને જ બળ, વિય પૌરુષ, પરાક્રમ આદિ વિવિધ નામથી સંબોધવામાં આવેલ છે.
દૃષ્ટિમાં શુદ્ધ નિશ્ચયને ધારણ કરીને વ્યવહાર કરવામાં આવે છે, તે તે ઉચિત વ્યવહાર બને છે.
દષ્ટિમાં શુદ્ધ નિશ્ચયને પ્રકાશ ધારણ કરીને, પોતાના સ્વત્વને, વ્યક્તિત્વને પૂર્ણતાના બોધથી ભાવિત કરીને, જે વ્યવહાર કરવામાં આવે છે, તે જ શુદ્ધ વ્યવહાર છે. કહ્યું છે કે
નિશ્ચય દષ્ટિ હાથ ધરી છે, પાળે જે વ્યવહાર છે
પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર છે આ નિશ્ચયદષ્ટિ મુમુક્ષુની પરાશ્રયી મને વૃત્તિનું એક બાજુ મૂલે છેદન કરે છે, જ્યારે બીજીબાજુ વ્યવહારદષ્ટિ બીજાએ પ્રત્યે સહિષ્ણુ, ઉદાર અને સમબુદ્ધિ બનાવે છે.
બીજાના વ્યક્તિત્વને જ્યારે કેવળ વ્યવહાર પક્ષથી જ જોવામાં આવે છે ત્યારે શુભાશુભ વિકલ્પની માયાજાળ પ્રસરે છે.
શુદ્ધ નયનું અધ્યાત્મ દર્શન એ જ સર્વત્ર વ્યાસ વિષમતામૂલક વિશ્વ પ્રવાહનું અમોઘ ઔષધ છે.
જ્યારે આપણે પ્રાણીમાત્રમાં ઉપરના કબ્દોથી મુક્ત, અંદર રહેલી ચેતનાનું દર્શન કરીએ છીએ, ત્યારે સર્વત્ર એકરસ, શુદ્ધ નિરંજન, નિરાકાર પરબ્રહ્મ ભાવને સાક્ષાત્કાર થાય છે. જયાં એક્તા, એકરૂપતા અને સમતા જ રહેલી છે. વિષમતા, ઘણા, વૈર અને હિન્દને સર્વથા અભાવ છે.
- જે કાંઈ ભેદ છે, વૈષમ્ય છે, તે સર્વ ઓપચારિક–પાધિક છે. આત્માના મૂળમાં તેનું લેશ માત્ર અસ્તિત્વ નથી.
જે ઉપચાર છે તે આરેપિત છે અને જે આરેપિત છે તે શુદ્ધ, સાર્વભૌમ રાન ચેતનાના શુદ્ધ પરિણમનથી દૂર કરી શકાય છે.