________________
પ્રતિદિન અવશ્ય કરવા લાયક ક્રિયા સામાયિક
XXE ઘાતી કર્મોનો ક્ષય વિના કેવળજ્ઞાન થતું નથી, તેથી પહેલાં ઘાતી કર્મોરૂપી શત્રુને નાશ અને પછી તીર્થકર નામકર્મને ઉદય, એ બે જેને હેય તે “અરિહંત' છે.
કેવળજ્ઞાનના પ્રાગટય પછી શ્રી અરિહંતે જગતના જીવોને ધર્મને ઉપદેશ આપી, કર્મથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે. તીર્થની સ્થાપના કરે છે.
એ રીતે ઉપદેશ વડે ભવ્ય જીવોને ઉપકારી શ્રી અરિહંત જ હોવાથી તથા સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સમજાવનાર પણ શ્રી અરિહંત હેવાથી–ઉપકારકપણ વડે–તેમનું ગ્રહણ પ્રથમપદે થાય છે.
પરમ ઉપકારીને પ્રથમ નમવાથી વિનયરૂપી મહાન ગુણના અધિકારી બનાય છે. વિનયનું સ્વરૂપ અને ફળ
विणयाहिया विज्जा दिति फलं इहपरलोअम्मि ।
न फलंति विणयहिणा सस्साणि व तोयहिणाणि ॥ અર્થ : વિનયથી પ્રાપ્ત થયેલી વિવા આ લોક અને પરલોકને વિષે ફળદાયી થાય છે. વિનયહીન વિવા, પાણી વિનાના ધાન્યની જેમ ફળદાયી થતી નથી.
“કાચિનકુમાર પિન્ના મંતા ચ શિmતિ ” • જિનેશ્વરની ભક્તિના પ્રભાવે જેમ પૂર્વસંચિત કર્મો નાશ પામે છે તેમ આચાર્યોના નમસ્કાર વડે વિદ્યા અને મંત્ર સિદ્ધ થાય છે.”
એ કારણે સૈ પ્રથમ ગુરુઓને વંદન, વિનય, વૈયાવચ્ચ અને નમસ્કાર કરવા જરૂરી છે. દરેક પ્રકારની ધર્મક્રિયા ગુરુવંદનપૂર્વક અને ગુરુસાક્ષીએ કરવી જોઈએ.
ક્ષમાશ્રમણ-ક્ષમાપ્રધાન, દશવિધ યતિધર્મ પાળનાર તપોનિત સાધુ ભગવંત ગુરુસ્થાને છે.
સામાયિક આદિ ધર્મક્રિયાઓમાં જેટલું મહત્વ શ્રી નવકાર મરણનું તેમ જ ગુરુવંદનનું છે, તેટલું જ મહત્ત્વ ઈરિયાવહી પડિકમવાનું છે. ઇરિયાવહી
વઅને રંગ ચડાવવું હોય તે પ્રથમ તેને જોઈને સ્વચ્છ કરવું જોઈએ. શુદ્ધ થયેલ વસ્ત્ર પર મનમાન્યો રંગ ચડાવી શકાય છે, તેમ દરેક યિાના પ્રારંભમાં પાપ અને દેષથી મુક્ત થવા માટે ઈરિયાવહી પડિકમવી જોઈએ, એ શિષ્ટ સંપ્રદાય છે. ચિત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક આદિ ઈરિયાવહી પડિકમ્યા વિના કપે નહિ.
ઈરિયાપથ' એટલે ચાલવાને માર્ગ અથવા સાધુ, શ્રાવકને માર્ગ, આ. ૫૭