________________
સાધુ જીવન
महाव्रतधराधीरा भैक्षमात्रोपजीविनः
सामायिकस्था धर्मोपदेशकागुरवो मताः ॥ મહાવ્રતને ધારણ કરનારા, પૈયશાલી, ભિક્ષા ઉપર જીવનારા સામાયિકમાં
રહેલા, ધમને ઉપદેશ કરનારા ગુરુઓ (સાધુ) કહ્યા છે.
ઝનની ઉચ્ચ ભૂમિકામાં વિહરતાં જ્ઞાની પુરુષના અંતઃકરણમાંથી વિચાર-શાનની સૂમ-ધારાને પ્રવાહ અધિકારી શિષ્યની હદય ભૂમિ પર પડે છે ત્યારે તેમાં નૂતન બેધરૂપ જ્ઞાનની વાડી ઊગી નીકળે છે તે માટે ગુરુ પ્રત્યે ભક્તિને અતિરેક જોઈએ. ભક્તિભાવ પ્રગટાવવાનાં મુખ્ય સાધન બે છે એક તે ગુણેનું ચિંતન અને બીજુ
આજ્ઞાનું વિવિધ પાલન. એક ભક્તિભાવ અને બીજે સેવાભાવ. સેવા કરવાથી ભક્તિ ટકે છે, વધે છે અને
જ ન હોય તે ઉપન્ન થાય છે. ગુણેનું વિશેષતાઓનું ઉપકારકતા આદિનું ચિંતન કરવાથી, ભક્તિનું અંતરંગ સાધન જે આંતરિક બહુમાન છે, તે ખરેખર જાગૃત થાય છે અને જાગૃતિ દેવ-ગુરુ
ભક્તિમાં પ્રાણ પૂરે છે. એવા ગુરુભક્તિનાં ભાવેને વિકસિત કરનાર આરાધ્ય પદ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર
શ્રી ભદ્રકવિજયજી ગણિવર્ય