________________
४७७
સામાયિક અને નવકાર
શ્રી પરમેષ્ટિ ભગવતેએ પાંચ વિષય ત્યયા છે અને ચાર કષાય જીત્યા છે, પાંચ આચારે અને પાંચ મહાવ્રતમય તેઓનું જીવન છે. અષ્ટ પ્રવચન માતા અને ૧૮૦૦૦ શીલાંગ-૨થના તેઓ ધરી છે. તેમાંની કઈ પણ વસ્તુ ઉપર જેઓને પ્રેમ નથી, આદર નથી, મેળવવાની કે જાણવાની પણ ઈરછા કે દરકાર નથી તેઓને નમસ્કાર, ભાવનમસ્કાર કેવી રીતે બની શકે?
નમસ્કારને ભાવ-નમસ્કાર બનાવવા માટે ગુણ–બહુમાનરૂપ ભાવ જોઈએ.
બીજ વાવ્યા વિના જેમ કદી પણ ધાન્ય ઊગે નહિ, તેમ ગુણે ઉપર બહુમાનઆદરભાવરૂપ બીજનું આધાર કે વાવેતર કર્યા વિના ગુણપ્રાપ્તિ અને તેના ફળરૂપે મેક્ષપ્રાપ્તિરૂપી ધાન્ય ક્યાંથી ઊગે?
ગમે તેટલી વૃદ્ધિ થાય અને ગમે તેટલી શુદ્ધ ભૂમિ હોય, પરંતુ બીજ વાવ્યા વિના હજાર હેતુઓએ પણ ધાન્ય ઊગી શકે નહિ! ધમબીજનું વપન
‘वपनं धर्मबीजस्य सत्प्रशंसादि ।'
સપુરુષના ગુણેનું બહુમાન અને પ્રશંસા એ ધર્મરૂપી બીજનું સાચું વપનવાવેતર–છે.
શ્રી પરમેષ્ટિ ભગવંતેમાં રહેલા અનેક ગુણેને ચિંતામણીથી અધિક માને, કામધેનુથી અધિક માને, કલ્પવૃક્ષથી અધિક માને, કામકુંભથી અધિક માને કેમ કે એ બધામાં ઈચ્છા પૂરવાનું અને ચિંતા ચૂરવાનું જે સામર્થ્ય છે, તેના કરતાં અનેકગણું અધિક સામર્થ્ય સાચા ગુણે અને તેના બહુમાનમાં રહેલું છે. અથવા કહે કે ચિતામણિ આદિમાં જે સામર્થ્ય આવે છે, તે સામર્થ્ય તેનું પિતાનું નથી, પણ ગુણ બહુમાનના ભાવથી બંધાયેલા અમાપ સામર્થ્યવાળા પુણ્યનું છે. તે પુણ્ય ગુણ બહુમાનના ભાવથી ઉપાર્જન થાય છે. તેથી તે ચિંતામણિ આદિથી પણ અધિક છે.
શ્રી નવકારનું પુનઃ પુનઃ રટણ એક બાજુ પુણ્યને વધારે છે, જ્યારે બીજી બાજુ પાપને નાશ કરે છે.
- નવમું પાપસ્થાન લેબ અને અઢારમું પાપસ્થાને મિથ્યાત્વશલ્ય, એ બધાં પાપોમાં મોટાં ગણાય છે. તે બંનેને નાશ એક જ શ્રી નવકારથી સધાય છે, કારણ કે શ્રી નવકાર દુન્યવી લેમને શત્રુ છે અને મુક્તિસુખને લોભ જીવમાં જગાડે છે.
શ્રી નવકાર, પાપને પાપ નહિ માનવારૂપ તથા પુણ્યને પુણ્ય નહિ માનવારૂપ જડતાને નાશ કરે છે અને શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર પ્રેમ પેદા કરે છે.