________________
४७६
આત્મ-ઉત્થાનને પાયે શ્રી નવકાર એ નિશ્ચય રત્નત્રયીનું પ્રતીક છે. નિશ્ચય એ ફળ છે, વ્યવહાર એ સાધન છે. “નિશ્ચય દષ્ટિ હદય ધરી છ, પાળે જે વ્યવહાર,
પુણ્યવંત તે પામશેજી, ભવ-સમુદ્રને પાર.” (ઉ. શ્રી યશોવિજયજી મ.) વ્યવહારનું પાલન એ નિશ્ચયનું સાધન છે. નિશ્ચયનું ધ્યાન, વ્યવહારનું વિશેધક છે. શ્રી નવકારને લક્ષમાં રાખીને સામાયિકનું આચરણ કરનાર, નિયમ મુક્તિસુખને પામે છે. સામાયિકને વ્યવહાર શુભ હેવાથી પુણ્યને ઉત્પાદક છે. શ્રી નવકારનું ધ્યાન, લયને ઓળખાવનારું હોવાથી વ્યવહારને સુધારનારું છે. શિવમરતુ સર્વ-જ્ઞાતઃ' એ સામાયિકનું પરિણામ છે.
વેદ, વેદાંગ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર અને પુરાણનું તાત્પર્ય જીવ-બ્રહેક્ય છે. દ્વાદશાંગીનું રહસ્ય, શ્રી પરમેષ્ટિ નમસ્કાર અને એ દ્વારા શુદ્ધાત્મ સ્વરૂપનું પરિણમન છે. અનુમોદન
નમસ્કાર એ અનુમોદન સ્વરૂપ છે. અનુમોદન અને પ્રમેહ એ બે પર્યાય શબ્દ છે.
અનુ-પશ્ચાત મોનં, ક મ ” ગુણ જોઈને પહેલાં કે પછી ખુશ થવું, ઉત્કૃષ્ટપણે રાજી થવું તે અનુમોદન અને પ્રમોદ છે. નમસ્કાર તેને સૂચક છે.
જે હદયમાં અનુમોદન કે પ્રમેહ ન હોય, જેને નમવામાં આવે છે તેના ગુણ ઉપર પક્ષપાત ન હોય, તે જે માગે ગયા હોય તે માર્ગે જવાની વૃત્તિ ન હોય અને તેમણે જે કર્યું હોય તે જાણવાની ઈરછા કે જિજ્ઞાસા સુદ્ધાં ન હોય, તે તેઓને કરેલ તે નમસ્કાર પિકળ છે, સાચે નથી, દ્રવ્ય-નમસ્કાર છે, ભાવ-નમસ્કાર નથી.
પરંતુ ગુણને પક્ષપાત અને એ પક્ષપાત સહિત સાચે નમસ્કાર આવે ક્યારે?
ગુણને પક્ષપાત એ ગુણો પ્રત્યે શ્રદ્ધા માગે છે. ગુણેમાં ઉપાદેયપણાની બુદ્ધિ એ જ સાચી શ્રદ્ધા છે. જ્યાં સુધી જેને નમવામાં આવે છે, તેને ગુણેમાં ઉપાદેય બુદ્ધિ નથી, તે ગુણે આદરવા લાયક છે, આચરવા લાયક છે, એને ખ્યાલ નથી, એ ગુણોને
જીવનમાં લાવવા પ્રત્યે ઉદાસીનતા છે અને ઉપેક્ષાબુદ્ધિ કે હેયબુદ્ધિ છે; ત્યાં સુધી સાચે નમસ્કાર. ભાવ-નમસ્કાર ક્યાંથી થાય? | ગુમાં ઉપાદેયબુદ્ધિ એ ભાવ–નમસ્કારનું પહેલું પગથિયું છે જ્યાં સુધી ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ, પરમેષ્ઠિઓને જે ગુણે પ્રાપ્ત થયા છે, તેની કિંમત અધિક છે એ ખ્યાલ ન આવે, એનું સાચું ભાન ન થાય, ત્યાં સુધી ભાવ-નમસ્કાર આવી શક્તિ નથી.
આજે તો મોટે ભાગે જેને નમવામાં આવે છે તેના ગુણેનું જ્ઞાન નથી, જ્ઞાન છે તેને ઉપાદેયબુદ્ધિને બદલે ઉપેક્ષાબુતિ છે. અથવા આગળ વધીને કહીએ તો હેયબુદ્ધિ હોય તેવું વર્તાવ છે.