________________
સામાયિક અને નવકાર
૭૫ શીલ સ્વભાવવાળું હોવાથી સામાયિકને પણ સોનાની જેમ કેહવાપણું નથી. વિશિષ્ટ વેશ્યાયુક્ત હોવાથી સામાયિક પણ કટીમાં ઉત્તીર્ણ થાય છે.
અપકાર કરનાર પર ઉપકાર કરવાપણું તથા પ્રાણાન્ત આપત્તિમાં પણ નશ્ચિલપણું હોવાથી છેદ, તાપ અને તાનમાં પણ ટતા સેનાની જેમ સામાયિક પણ નિશ્ચલ રહે છે.
આવા સવ ગુણયુક્ત હોવાથી સામાયિક ધર્મ તે સાચા સોનારૂપ છે.
સમતા સામાયિક વિનાને ધર્મ, એ નકલી સેનાની જેમ અથવા નામ માત્ર સુવર્ણની જેમ મોક્ષમાર્ગમાં કીંમતી ગણાતું નથી.
સામાયિકના પરિણામથી ઉપરોક્ત સર્વે ગુણે આવે છે. માટે સર્વ સાથે તુલ્યતાની ભાવનારૂપ સામાયિક અત્યંત ઉપાદેય છે.
આત્મ-તુલ્યતાની ભાવનાનું પરિણામ, સ્વ–પરનું હિત કરે છે. અને સર્વ સંગમાં પરભાવના આક્રમણને મારી હઠાવે છે, માટે તે સર્વથા ઉપાદેય છે.
આત્મસુવર્ણના ઉત ગુણે પ્રગટાવીને આપણે નિષ્કલંક બનીએ!
સામાયિક અને નવકાર સામાયિક એટલે સર્વ છ આત્મ-તુલ્ય છે, એ સાધનાનો અભ્યાસ. શ્રી નવકાર એટલે પિતાને આત્મા પરમાત્મ-તુલ્ય છે, એની સાધનાનો અભ્યાસ. જીવનમાં સામાયિક અને સ્મરણયાનમાં શ્રી નવકાર. સામાયિક એ જીવનમાં જીવવાને અભ્યાસ છે.
સામાયિકરૂપ પ્રત્યક્ષ જીવનના અભ્યાસ વડે શ્રી નવકારથી ફલિત પક્ષ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે.
એ રીતે કરેમિ ભંતે'નો કકાર અને શ્રી નવકાર મંત્રને “નકાર પ્રાપ્ત થશે એ પરમ પુજય છે.
શ્રી કરેમિ ભંતે એ દ્વાદશાંગીને સંક્ષેપ છે. શ્રી નવકાર એ દ્વાદશાંગીને સાર છે. સંક્ષેપ એટલે ટૂંકે અર્થ, સાર એટલે ફળ. સામાયિકની યથાર્થ સાધના વડે શ્રી પરમેષિપદની પ્રાપ્તિ થાય છે.
શ્રી અરિહંત પ્રથમ પરમેષિરૂપ હોવા છતાં શ્રી પંચપરમેષિમય છે. શ્રી અરિહંતના ધ્યાનથી શ્રી પંચપરમેષિનું દયાન થાય છે. સામાયિક એ પરમેષ્ઠિ થવાની સાધના છે.
શ્રી નવકાર, એ સાધનાના પરિણામે મળનારા પાને ઘાતક છે.