________________
સામાયિક ધર્મ
૪૬૧ સામાયિક પરિણામની પ્રાપ્તિ
અચિત્ય પ્રભાવશાળી આ સામાયિકના પરિણામની પ્રાપ્તિ જીવને સર્વ સાવદ્ય એગોને ત્યાગ કરવાથી અને નિરવ ગોનું સેવન કરવાથી થાય છે.
વસ્તુતઃ સર્વ જીવો સાથે મૈત્રી આદિ પ્રશસ્ત ભાવેને ધારણ કરવા એ જ સામાયિક છે. પરંતુ આ ભાવને જીવનમાં સક્રિય રૂપ આપવા માટે સર્વ સાવદ્ય ગોના ત્યાગની અને નિરવદ્યોગના સેવનની પ્રતિજ્ઞા લેવી પડે છે. એ પ્રતિજ્ઞાન ગ્રહણ અને આસેવનને સામાયિક વ્રત કહેવામાં આવે છે.
આ સામાયિક વ્રતનું જ બીજું નામ અહિંસાધર્મ છે. અહિંસાધર્મમાં આત્મા પમ્યની દષ્ટિ છે અને એ જ દષ્ટિ સામાયિક વ્રતમાં છે.
જીવનમાં અહિંસાને પરિપૂર્ણ અમલ કરવા માટે સામાયિક વ્રતની પ્રતિજ્ઞા અનિવાર્ય છે. સામાયિકને સીધે અર્થ સમતા છે.
'आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ।' પિતાને પ્રતિકુળ વ્યાપાર બીજા પ્રત્યે ન આચરવા એ ધર્મને સાર છે.'
સર્વ જીવો જીવવાને ઈરછે છે, કેઈ મરવાને ઈચ્છતું નથી. તે પણ જીવવાને ઈરછે છે, મરવાને ઈચ્છા નથીમાટે તારે કંઈ પણ પ્રાણીની હિંસા ન કરવી કે કરાવવી એ તારો ધર્મ છે.
જેઓને ધર્મની જરૂર છે, તેઓએ જીવનમાં અહિંસાને સ્થાન આપવું જ જોઈએ અને કોઈ પણ જીવની થેડી પણ હિંસા જ પિતાને પ્રમાદથી થાય, તે તેને અધર્મનું કારણ માનવું જોઈએ. આવી નિરપવાદ અહિંસાને સિદ્ધ કરવા માટે પ્રતિજ્ઞા પણ આકરી જોઈએ અને તેના પાલન માટેના નિયમ પણ દઢ જોઈએ.
અહિંસા એ ધર્મ છે તથા તેની સિદ્ધિ માટે સત્યાદિ વ્રત અને બ્રહ્મચર્યાદિ નિયમને ઉપદેશ એ છેવત્તે અંશે સર્વ ધર્મોમાં અપાયેલ છે. સામાયિકની પ્રતિજ્ઞામાં તે ઉપદેશને પૂર્ણતાએ પહોંચાડવામાં આવ્યો છે.
‘निरवद्यमिदं ज्ञेयं एकान्तेनैव तत्त्वतः ।
कुशलाशयरूपत्वात् सर्वयोगविशुद्धितः' ॥१॥ અર્થ: કુશલાશયરૂપ હોવાથી અને સર્વગોની વિશુદ્ધિરૂપ હોવાથી આ સામાચિકને પરિણામ તાત્વિક અને એકાન્ત નિવવ છે.