________________
આત્મ-ઉત્થાનને પાયે પર્યાને આધાર પણ એક જ દ્રવ્ય છે. એ રીતે ગુણો અને પર્યાને આધાર એક જ દ્રવ્ય છે, એ વિચારથી જે સમત્વ આવે છે, તે અનુક્રમે તુલા પરિણામરૂપ અને ખીરખંડયુક્ત પરિણામ છે. અનંત દ્રવ્યમાં રહેલી સાદેશ્ય પરિણામરૂપ એકતા એ મધુર પરિણામરૂપ સામાયિકને અનુભવ કરાવે છે. - સમસ્તસત્ર વિષયક સ્નેહ પરિણામ
સમસ્ત સત્ત્વવિષયક સ્નેહ પરિણામ–એ મધુર પરિણામ છે અને તે સજાતીય દ્રવ્યમાં રહેલી એક્તાના ભાવથી થાય છે સજાતીયતા–સાદય પરિણામ એકરૂપ છે, તેથી આત્મૌપમ્યભાવ જાગે છે. જેવો સ્નેહ સ્વપ્રત્યે છે, તે જ સનેહ સર્વ પ્રત્યે જાગે છે સ્નેહની આ વૃદ્ધિ એ જ મધુર પરિણામરૂપે અનુભવાય છે.
વસ્તુમાત્રમાં મુખ્ય બે ધર્મો હોય છે. એક સામાન્ય અને બીજે વિશેષ. સામાન્ય બે પ્રકારનું છે, તિર્ય સામાન્ય અને ઊર્ધ્વતા સામાન્ય.
તિર્યફ સામાન્ય ગુણને સ્પર્શે છે. ગુણરૂપી વિશેષને આધાર તિર્યફ સામાન્ય છે, તે સમષ્ટિ સ્વરૂપ છે. અનેક વ્યક્તિઓમાં રહેલું એક જ સમષ્ટિ સ્વરૂપ વ્યક્તિ કરતાં કંઈ ગણું અધિક છે, તેથી તે મધુરરૂપ બને છે. વિશેષમાં રહેલી ભેદરૂપી કટુતાને દૂર કરી અભેદરૂપી મધુરતાને જન્માવે છે. ભેદબુદ્ધિ જનિત કટુતાનું નિવારણ કરી, અભેદ બુદ્ધિરૂપી મધુરતાને પેદા કરવાનું સામર્થ્ય તિફ સામાન્યમાં રહેલું છે. તિર્યક સામાન્યને આગળ કરવાથી જે સમત્વને અનુભવ થાય છે, તે સામાયિકમાં રહેલું મધુર પરિણામ છે. પ્રત્યેક વ્યક્તિમાં રહેલ વિશેષતામાં જે સામર્થ્ય નથી, તે તેના સમૂહમાં ઉત્પન્ન થાય છે એનું જ નામ માધુર્ય છે.
પર્યામાં રહેલી એકતાનું ભાન તુલા પરિણામ Balance of mind ઉત્પન્ન કરે છે અને ગુણોમાં રહેલી એકતાનું ભાન સંયુક્ત પરિણામ Integrity of mind ઉત્પન્ન કરે છે. તેથી જે સમત્વ ઉત્પન્ન થાય છે તે પૂર્ણ સામાયિક છે.
Unity, integrity and Balance of mind are the three Conditions for complete Dharma which is called 'SAMAYIK VRATA'.
આકાશની જેમ તે સર્વ ગુણને અને સર્વ ધર્મોને આધાર છે. જ્ઞાનદર્શન, ચારિત્રાદિ સર્વ ગુણેનો આધાર સામાયિક પરિણામ છે, તે આકાશની જેમ વિશાળ છે, સાગરની જેમ ગંભીર છે અને મેરૂની જેમ ઊંચે છે. વિશાળતા, ગંભીરતા અને ઉદારતા જ્યારે આત્માના અયવસાયમાં આવે ત્યારે તે સામાયિક બને છે.
વિશાળતા એક્તાના પરિણામથી આવે છે. ગંભીરતા સૈકાલિકતાના વિચારથી જન્મે છે અને ઉચ્ચતા સર્વ ગુણેના અધિકાનની એકતામાંથી ઉત્પન્ન થાય છે.