________________
૪૭૦
આત્મ-ઉત્થાનને પાયે માર્ગના સાધનરૂપ જ્ઞાન-દર્શન ચારિત્રાદિને પણ “સમ' કહેવાય છે. તે ત્રણેમાં મોક્ષ આપવાની સમાન શક્તિ રહેલી છે. તેથી તે ત્રણેને વિષે પ્રવૃત્તિ કરવી તે સામાયિક છે.
સર્વ પ્રાણીઓ આમતુલ્ય છે, એ સાધનાને સક્રિય અભ્યાસ. તે સામાયિક છે. સમતા વિધાયક છે. સ-આત્મા. મતા-મૂડી. -
અર્થાત સમતા એ આત્માની મૂડી છે તેનું ભરપેટ દાન કરવું એ સામાયિક છે. તે જ રીતે શુભ ભાવના વિધાયક છે.
શુભ ભાવના મેગ્યાદિરૂપ છે. તેના વડે અશુભ ધ્યાનને ત્યાગ સુકર બને છે.
સર્વ છે અને સર્વ ગુણમાં સમાન ભાવ તે સમતા વિધાયક છે. તેના વડે ઈનિંદ્ર અને મન વશમાં આવે છે. ઈનિકના વિષયો અને મનના વિકારે અર્થાત્ કષાયે છતાય છે, તે સંયમ છે.
ષડુ છવ નિકાયની રક્ષારૂપી સંયમ સમતા વડે વિકાસ પામે છે.
ગુણ સમતા એટલે જ્ઞાનાદિ જે ત્રણે ગુણે સર્વ જીવમાં છે અને તે ગુણેમાં મોક્ષ આપવાનું એકસરખું સામર્થ્ય છે, એવી ભાવના.
પર્યાય-સમતા એટલે મનની સ્થિરતા, રાગ-દ્વેષને નિગ્રહ. વિષમતા કર્મજન્ય છે, સમતા આત્મસ્વભાવ છે.
રાગ-દ્વેષાદિ વિષમ ભાવે દૂર થઈને સ્વ-વરૂપમાં રમણતા, એ પણ સમતાનું સ્વરૂપ છે. યથાર્થ દર્શન
સર્વ પ્રાણીઓ પોતાના આત્મા સમાન છે અને પિતાને આત્મા પરમાત્માની તુલ્ય છે, એ સત્યનું દર્શન પ્રગટ થતાં સર્વ પ્રાણીઓમાં સુષુપ્ત રહેલ પરમાત્મ તત્વનું દર્શન થાય છે. આ યથાર્થ દર્શન એ વાસ્તવિક સમતા જન્માવે છે. આવી તાવિક સમતા એ સામાયિકની ક્રિયાને પ્રાણ છે.
દેવાધિદેવના દર્શનને-દશન દેવ દેવસ્ય..વાળા શ્લોકમાં અગાધ જે મહિમા, અમાપ જે સામર્થ્ય વર્ણવવામાં આવેલ છે, તે ઉક્ત “દર્શનને અનુલક્ષીને છે.
આત્મામાં વિશ્વવ્યાપી વિશાળતા પ્રગટ કરવાનું સાધન સામાયિક છે. એથી સ્વાર્થ સાથેનું સગપણ દૂર થઈ સર્વ સાથે આત્મીય ભાવ પ્રગટે છે.
સ્વ-સંરક્ષણ વૃત્તિને સર્વ સંરક્ષણ વૃત્તિમાં બદલવાને સ્તુત્ય પ્રયોગ તે સામાયિક છે.
પિતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. વિશ્વના છના હિતની ઉપેક્ષા કરીને કોઈ આત્મા “સામાયિકમાં રહી શકતું નથી. કઠણ કર્મોના પહાડને ખતમ કરી શકતું નથી. અપૂર્વ જે વીયૅલ્લાસ વડે અત્યંત ચીકણું પણ કર્મોને નાશ થાય છે. તેનું પ્રાગટ્ય વિશ્વહિતની ભાવનાના સતતાભ્યાસ દ્વારા જ થાય છે.