________________
સામાયિક ચિંતન
૪૭૧ વિશ્વહિતની ભાવના એટલે સર્વ સંરક્ષણ વૃત્તિ આ વૃત્તિ ધર્મસ્વરૂપ છે અને ધર્મ સંબંધ સર્વને સુખકારક છે. અધર્મ સંબંધ પરસ્પરને પીડાકારક-અહિતકારક અને અસુખકારક છે. એટલે જ કહેવાયું છે કે-સર્વના વિચારથી ધર્મને પ્રારંભ થાય છે અને એકના ધર્મથી સવને લાભ થાય છે.”
આ લાભ આપવાનું અચિન્ય સામગ્ય જેનામાં છે, તે આત્માને સમતામાં રાખ તે સામાયિક છે.
આવા તાત્વિક સામાયિકની પરિણતિ, એક માનવભવમાં જ શકય છે. માટે તે દેવદુર્લભ' ગણાવે છે.
આ દેવદુર્લભ માનવભવ વિષમતાના હવાલે ન થઈ જાય, તેની પૂરેપૂરી સાવધાની રાખવામાં માનવભવની સાર્થક્તા છે.
સામાયિક બે ઘડીનું હોય કે જીવનભરનું હોય, પણ તેમાં કરવા જેવું ખાસ કામ એક જ છે અને તે આત્માને કામ કરવા દેવું તે. સમત્વભાવ પ્રગટન
મિથ્યાત્વના સેવનથી અનંતાનુબંધી કષાયની પુષ્ટિ થાય છે. અનંતાનુબંધી કષાચેના સેવન વડે મિથ્યાત્વની પુષ્ટિ થાય છે.
આ જીવને અનંત સંસાર પરિભ્રમણ કરાવનાર મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય છે. તેને પ્રતિકાર ન થાય, ત્યાં સુધી કઈ પણ સદગુણ સાનુબંધ એટલે ટકાઉ થતું નથી. | સર્વ જીવ તુલ્યતાના પરિણામ મિથ્યાત્વને અટકાવે છે. વૈષમ્ય માત્ર કમકૃત છે. એ વિચાર શગદ્વેષ, અનંતાનુબંધી કષાયોને અટકાવે છે.
જીવન જીવત્વને વિચાર અને કર્મકૃત શેઠને વિચાર જેમ-જેમ પરિપકવ થાય છે, તેમ-તેમ સમત્વગુણ સ્થિર થાય છે.
છ પ્રત્યે મૈત્રીભાવ અને પુદ્દગલ માત્ર પ્રત્યે માધ્યસ્થભાવ રાગ-દ્વેષને શમાવે છે.
બધા આત્મ-દ્રવ્ય તત્વતઃ એક સમાન છે અને દરેક આત્મામાં મોક્ષના હેતુભૂત જ્ઞાન-દર્શનાદિ રહેલાં છે-એ વિચારમાં સતત વિચરણ કરતા રહેવાથી સમ્યકત્વની સુદઢ પ્રાપ્તિ થાય છે, જેને આત્મ-રવિને સાક્ષાત્કાર પણ કહી શકાય
સર્વના હિતના વિચારમાં અનંત વિષયાભિલાષ નિવારવાનું સામર્થ્ય છે તથા અનંતાનુબંધી કષાય, અત્યંત પ્રમાદ અને અત્યંત અશુભ ને ન પ્રવર્તવા દેવાનું પણ સામર્થ્ય છે.
બીજા પાસેથી લીધેલા સુખના ઋણમાંથી મુક્ત થવાને ઉપાય સર્વનું સુખ ઈચ્છવું અને બીજાને દીધેલા દુખનું પ્રાયશ્ચિત, બધા જ દુખમાંથી મુક્ત થાઓ-એ ભાવના છે.