________________
૪૬૬
આત્મ-ઉત્થાનના પાયા
કરે છે. એક, નિત્ય, આત્મત્વાતિના વિચાર દ્વેષને દૂર કરે છે. અભયથી સ્થિરતા આવે છે અને અદ્વેષથી શીતળતા પ્રગટે છે. એક જ દ્રવ્યમાં એક કાળે અનંતગુણા ઘનીભૂત થઈને રહેલા છે. એ વિચાર ખેદને દૂર કરે છે.
ખૈદને દૂર કરનાર સામાયિકના સમ્ભ પરિણામ છે. દ્વેષને દૂર કરનાર સામ પરિણામ છે.
ભયને દૂર કરનાર સમ પરિણામ છે,
સમ પરિણામ પર્યાયાના પલટા વખતે પણ તુલ્ય રહી શકે છે. સામ પરિણામ વ્યક્તિનિષ્ઠ ભેદ વચ્ચે પણ એક અખંડ અખેદભાવને સ્થિર રાખી શકે છે.
સામાયિક એ આત્મા છે. અને આત્મા પોતે ભય, દ્વેષ અને ખેદ રહિત છે. ભય, દ્વેષ અને ખેદ એ પર્યાયના ધર્મો છે. તે ક્ષણભંગુર અને અસ્થિર છે. પ૨ દ્રવ્યના સંબંધથી થનારા છે. તે બધાથી ભિન્ન એવા નિત્ય, અખંડ, અભંગ આત્માના વિચાર નિભયતા, નિર્દેષતા અને નિષે દતાની અનુભૂતિ કરાવે છે.
ચેતનાને આત્મામાં સ્થિર કરવાની ક્રિયા તે સવર સામાયિક છે અને તેનાથી કની નિરા, ભય, દ્વેષ, ખેદના અભાવ તે મેાક્ષ છે.
જેની ઉત્પત્તિ અન્ય કોઈ દ્રવ્યથી થતી નથી તેવા આત્માના નાશ પણ કાંથી હાય ? આત્માને સ્વરૂપના અજ્ઞાનથી, સંશયથી વિપયયથી મૃત્યુના ભયની ભ્રાંતિ છે તેનું નિવારણુ શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ વડે પરમ જાગૃતિના અનુભવથી જ્ઞાની પુરુષને થઈ શકે છે તેથી આત્મજ્ઞાની સદા નિર્ભીય છે; એ જ સ્વરૂપના લક્ષ્યથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે તે અદ્વેષ છે. તથા સર્વ પર દ્રવ્યથી વૃત્તિને વ્યાવૃત્ત કરી જ્યારે આત્મા, આત્મારૂપે વર્તે છે, ત્યારે તે કલેશ સમાધિને પામે છે, તે અખેત છે. આ રીતે સામ, સમ અને સમ્મ પર્યાયવાળા સામાયિક ધર્મની આરાધના વડે આત્મા અભય, અદ્વેષ અને અભેદને પામે છે.
સામાયિકનું સ્વરૂપ
સામાયિકમાં ત્રણ વસ્તુ છે :
૧. દુષ્કૃતવનરૂપી જળપાન વિષયપિપાસાને શમાવે છે.
૨. સુકૃત સેવનરૂપી પરમાત્રનું ભાજન કષાય ક્ષુધાને નિવારે છે. ૩. સ્વ સ્વરૂપ રમણતારૂપી નિધાન આત્માને જીણુ સમૃદ્ધ મનાવે છે. સામાયિકમાં ત્રણ પ્રતિજ્ઞા છે:
. ‘મિસ્રમાડ્યું। ' તે સ્વરૂપ રમણુની પ્રતિજ્ઞા છે.
૨. સાયન્ત્ નોનું વજ્જવનિ' એ પાપવજનની પ્રતિજ્ઞા છે.