________________
૪૬ ૦
આત્મ-ઉત્થાનને પાયા
પ્રયત્નાએ યુવાનીના દુરુપયોગ છે. સદુપયેાગ દુરુપયેાગનું જ્ઞાન પ્રાપ્ત કરવુ' અને તેના પ્રકાશમાં જીવવું તેનું જ નામ યથાર્થ જીવન છે.
જેના જીવનની કાઈ પણ પળ પર વસ્તુના અભાવને ખરેખર ખાલીપો સમજીને તેને ભરવા માટે ખર્ચાય છે, તે માણસ આત્મનિષ્ઠ નથી જ. પૂને આવી ઈચ્છા ન જ હાય.
5
સામાયિક ધમ
રાગદ્વેષના અભાવરૂપ, આત્માના મધ્ય પરિણામ અને તે વખતે થતા જ્ઞાન, દન અને ચારિત્રરૂપ ગુણાના આત્માને જે લાભ, તેને શાસ્ત્રકાર ભગવંતા સામાયિક
ધર્મ કહે છે.
'समाना मोक्ष' प्रति समानसामर्थ्यानां ज्ञानदर्शन
चारित्राणामायः लाभः समायः, समाय एव सामायिकम् ॥ '
સમ એટલે મેક્ષ પ્રાપ્ત કરવા માટે સમાન સામર્થ્ય વાળા આત્માનાં જ્ઞાન-દ્રુનચારિત્રરૂપ ગુણે, તેના લાભ એટલે સામાયિક. જે પિરણામને ધારણ કરવાથી આત્મા સમવૃત્તિવાળા બને, રાગદ્વેષરહિત થાય, સર્વ પ્રાણીઓને પેાતાના આત્માની જેમ જુએ, તે સામાયિકના પરિણામ છે.
સામાયિક એ સર્વ મૂળ ગુણ્ણાના આધારભૂત છે. સવ સાવદ્ય વ્યાપારાના ત્યાગરૂપ છે. કહ્યું છે કે
'सामायिकं गुणानाम।धारः खमिव सर्वभावानाम् । हि सामायिकहीनाश्चरणादिगुणान्विता येन ॥ १ ॥ तस्माज्जगाद भगवान्, सामायिकमेव निरुपमोपायम् । शारीरमानसानेकदुःखनाशस्य मोक्ष ॥ ૨ ॥
અર્થ : આકાશ જેમ સર્વ પદાર્થોના આધાર છે, તેમ સામાયિક સર્વ ગુણેના આધાર છે. સામાયિકથી રહિત એવા જીવાને ચારિત્રાહિ ગુણે! પ્રાપ્ત થઈ શકતા નથી તે કારણે શારીરિક અને માનસિક અનેક દુઃખાના નાશરૂપ મેાક્ષના નિરુપમ ઉપાય, ભગવાને એક સામાયિકને જ કહ્યો છે,
જીવ જ્યારે ‘સમ’ પરિણામવાળા બને છે ત્યારે પ્રતિક્ષણ નવા નવા જ્ઞાન-દર્શનચારિત્રના પાઁયાને પામે છે.
જ્ઞાન, દર્શન અને ચારિત્રના આ પર્યાયા સંજ્ઞેશના વિચ્છેઇક અને નિરુપમ સુખના હેતુ છે. તેથી તેને શાસ્ત્રમાં ચિંતામણિ, કલ્પતરુ અને કામધેનુથી પણ અધિક પ્રભાવ
શાળી કહ્યા છે.