________________
સામાયિક ધમ
૪૬૩
ખીજી રીતે વિચારતાં શ્રુત સામાયિક શાસ્ત્રાભ્યાસ વડે થઈ શકે છે.
સમ્યક્ત્વ સામાયિક શમ, સવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકવ આદિ ગુણ્ણાના આસેવન વડે થઈ શકે છે.
દેશવિરતિ સામાયિક, સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય, સ્થૂલ ચારી વગેરે પાષ–ન્યાપારાને તજવા વડે થઈ શકે છે.
સવિરતિ સામાયિક, હિંસાદિક પાપવૃત્તિએના સવ થા ત્યાગ કરવા વડે થઈ શકે છે, સામાયિકને શ્રાવકનાં બાર ત્રતામાંનું નવમું વ્રત પણ કહ્યું છે. તેને શિક્ષાત્રત કહેવાય છે. શિક્ષા એટલે અભ્યાસ. આત્માની નિર્મળતાના અભ્યાસ, પાપભારથી હલકા થવાના અભ્યાસ અને જીવમાત્ર સાથે સમતાભાવ કેળવવાના અભ્યાસ.
આ વ્રતના વારવાર અભ્યાસ થવાથી આત્મા, સર્વવિરતિધમને લાયક થાય છે, તેથી તેને સાધુતાના અભ્યાસ પણ કહી શકાય,
રાજ આછામાં ઓછી બે ઘડી જેટલે સમય આ સાધુતાના અભ્યાસ માટે અપાય તે ગૃહસ્થાને અતિ લાભદાયી છે. એથી શાન્તવૃત્તિ, સાષવૃત્તિ અને રાગદ્વેષના હેતુઆમાં રાગદ્વેષ ન કરવારૂપ સમતાવૃત્તિ કેળવાય છે.
સ
સામાયિક કરવું એટલે ચિત્તવૃત્તિને શાન્ત કરવાના, સમભાવમાં સ્થિર થવાના, મધ્યસ્થ ભાવને કેળવવાના અને સર્વ જીવો પ્રત્યે સમાનવૃત્તિ અર્થાત્ સર્વાત્મભાવને કેળવવાના પ્રશસ્ત અભ્યાસ, એનું જ બીજું નામ સામાયિક છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સામાયિક
દ્રવ્યથી, ધર્મોપકરણ સિવાય બીજા સર્વાં દ્રવ્યાના ત્યાગ કરવા.
ક્ષેત્રથી સામાયિક કરવા જેટલી જગ્યા રાખીને મીજી જગ્યાના ત્યાગ કરવા. કાળથી એ ઘડી પર્યંત સામાયિકમાં રહેવાના નિર્ણય કરવા.
ભાવથી રાગદ્વેષ રહિતતા અને સમભાવ–સહિતતા અથવા અશુભ યાનના ત્યાગ અને શુભ ધ્યાનના સ્વીકાર કરવા.
અશુભ ધ્યાન, આર્ત્ત અને રૌદ્ર સ્વરૂપ છે.
એ બે ધ્યાનના ત્યાગ કરવા માટે મૈગ્યાદિ ચાર અને અનિત્યત્યાદિ ખાર ભાવનાએના વિચાર કરવા તથા વચન અને કાયાના અશુભ વ્યાપારાથી બચવા માટે તેટલા વખત સુધી સર્વ સાંસારિક પ્રવૃત્તિઓના ત્યાગ કરવા.
સામાયિકની આ પ્રતિજ્ઞા, વટેમાર્ગુને વૃક્ષની છાયાની જેમ, સસારના ત્રિવિધ તાપથી સ'તપ્ત આત્માને શાન્તિ લેવા માટેનું પરમ વિશ્રામ સ્થળ છે. તેમ જ પાપને અ`ધકાર દૂર કરવા માટે અને આત્માના આંતરિક પ્રકાશ મેળવવા માટેનું અદ્વિતીય સાધન છે.