________________
૪૫૬
આત્મ-ઉત્થાનને પાયે મૂળ ઉત્તર ગુણેનું પાલન, બાહ્ય-આત્યંતર તપનું સેવન, ધ્યાન-ધારણાથી ગાંગોનું આરાધન, જે સમતાભાવને પામવાના લયવાળું હોય તે સાર્થક છે, અન્યથા નિરર્થક છે; એમ શ્રી જિન શાસનનું સ્પષ્ટ પ્રતિપાદન છે.
જ્ઞાનાદિ ગુણમાં મોક્ષની કા૨ણતા એક સમતા ગુણને અવલંબને છે. સમતા સહિત અથવા સમતાના લયથી યુક્ત હોય તે જ્ઞાનને, તે શ્રદ્ધાને અને તે ચારિત્રને જ સમ્યફ' શબ્દથી ઓળખાવાય છે.
સમક્તિ, શ્રુત કે ચારિત્ર પણ સમતાના ધયેયથી જ આદરવાનાં છે. એ જણાવવા માટે એ ત્રણેની સાથે સામાયિક શબ્દ જોડવામાં આવ્યો છે અને તે અનુક્રમે સમક્તિ સામાયિક, શ્રત સામાયિક અને ચારિત્ર સામાયિક કહેવાય છે.
પાંચ પ્રકારના ચારિત્રમાં પણ પ્રથમ સામાયિક-ચારિત્ર છે અને તે પચે ચારિત્રમાં અનુગત હોય છે. એટલે બીજા ચારિત્રની સફળતાને આધાર પણ સામાયિક-ચારિત્ર છે.
આ રીતે સામાયિક એ પરમ ધર્મ છે અને તે સમતા, સમભાવ કે સામ્યને તેના પ્રકર્ષ પર્યત કેળવવાથી સિદ્ધ થાય છે.
अयं प्रभावः परमः समत्वस्य प्रतीयताम् । यत्पापिनः क्षणेनापि पदमियति शाश्वतम् ॥
પૂ. શ્રી દેવરિત ચોપરા, પ્રારા-૪ વોઝ ટીકા સમતાનો આ પરમ પ્રભાવ કહ્યો છે કે પાપી આત્માઓ પણ તેના પ્રભાવે એક ક્ષણવારમાં મોક્ષને પામે છે. માતૃતુલ્ય વૃત્તિ
સમગ્ર જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિ કેળવી સૌની સાથે સમાનપણું સાધવું તે સામાયિક ધર્મનું લક્ષણ છે.
સમાનપાનું સાધવાની વૃત્તિને ચાર વિભાગમાં વહેંચવામાં આવી છે?
માતા જેમ પોતાના બાળકને પ્રેમથી પાળે છે. પિષે છે, માંદું પડે ત્યારે કરુણાથી તેની સેવા કરે છે. મોટું થઈને હોશિયાર થાય ત્યારે તેની પીઠ થાબડીને પ્રમાદ વ્યક્ત કરે છે અને જ્યારે તે સ્વતંત્રપણે પિતાનો સંસાર ચલાવે છે તેમ જ પિતાની ઈચ્છાથી વિરુદ્ધ વતે છે ત્યારે તેના પ્રત્યે મધ્યસ્થવૃત્તિ-ઉપેક્ષાભાવ દાખવે છે પણ દ્વેષભાવ નથી દાખવતી. આ પ્રમાણે સામાયિક ધર્મ પામેલ છવ, સર્વ જીવ પ્રત્યે માતૃતલ્યવૃત્તિથી અર્થાત્ મિત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ વૃત્તિથી વર્તે છે. તેના પરિણામે સકળ કર્મને ક્ષય કરીને સિદ્ધપદ મેળવે છે.
તાત્પર્ય કે જીવને જરા જેટલે પણ તરછકાર-પરિણામ સામાયિક ધર્મને દૂષિત કરે છે, એમ સમજી સ્વીકારી જીવ પ્રત્યે માતૃતુલ્યવૃત્તિ કેળવવી જોઈએ.