________________
પ્રતિદિન અવશ્ય કરવા લાયક ક્રિયા સામાયિક
પ્રતિદિન અવશ્ય કરવા લાયક ક્રિયા સામાયિક
સામાયિક એટલે શું?
४४७
સમભાવની પ્રાપ્તિ તે સામાયિક કહેવાય છે.
જગતના સમસ્ત પદાર્થોના મૂળ દ્રવ્યના વિચાર કરવામાં આવે અને વિનાશશીલ એવા પર્યાયનું ગ્રહણ ન કરાય અથવા ભેદભાવ અને વિવેકબુદ્ધિ વડે પદાથ ના સ્વરૂપના ખ્યાલ કરી મધ્યસ્થ ભાવવાળા રહેવાય તે સામાયિક છે.
સામાયિક એ આત્માના જ સ્વાભાવિક ગુણ છે.
જ્ઞાન–દન–ચારિત્ર એ આત્માના મૂળ ગુણેા છે. તેની સાથે ખીજ્ર પણ અનંત ગુડ્ડા બતાવ્યા છે.
તેમાં સામાયિક એ મુખ્ય ગુણ છે. એ ગુણ પ્રાપ્ત થવાથી કખ ધ થતા અટકે છે, કારણ કે ક ખ`ધનું કારણ મમત્વભાવ છે. તેના સમત્વભાવ વડે મૂળથી નાશ થાય છે. એ સમત્વભાવ તે સામાયિક છે,
દ્રવ્ય અને ભાવ સામાયિક
આવા ભાવ સામાયિકની પ્રાપ્તિ માટે શાસ્ત્રકાર ભગવતાએ દ્રવ્ય-સામાયિકના વિધિ દર્શાવ્યા છે.
દ્રવ્ય
તે ભાવનુ' નિમિત્ત છે.
જે જે દ્રવ્ય ક્રિયાઓ છે, તે દરેકની પાછળ ઉત્તમ ભાવનાઓ રહેલી છે. સામાયિકના સમાવેશ ચારિત્રમાં થાય છે અને ચારિત્ર તે રત્નત્રયીરૂપ ગુણુમાંના એક મૂળ ગુણ છે.
દ્રવ્યથી ચારિત્ર ત્રત-નિયમરૂપ છે.
ભાવથી આત્માના સ્વરૂપમાં નિર'તર રમણ કરવાની ક્રિયારૂપ છે. મતલબ કે દ્રવ્ય-સામાયિક એ ભાવ-સામાયિકનું મંગળ પ્રવેશદ્વાર છે. ભાવ–સામાયિકના અર્થ એ છે કે, ચિદાનંનુમય આત્મસ્વરૂપમાં નિર્વિકલ્પપણું, ઉદાસીનભાવે લીન થવુ.
આવુ' સામાયિક સકળ કર્મના ક્ષય કરવાવાળું છે.
ભાવ-સામાયિક એવા પ્રકારનુ છે કે, તે દરેક પ્રવૃત્તિ-નિવૃત્તિમાં આપે।આપ થયા કરે છે. માત્ર આત્માની દિશાનું વલણ તે તરફ થવું જોઈએ. મન-વચન-કાયાની પ્રવૃત્તિ જ એવા પ્રકારની થઈ જવી જોઈએ કે જેથી ક્રમે ક્રમે આત્મિક ગુણ્ણાના વિકાસ થતા રહે, એ ભાવસામાયિકના પ્રાગટયનું રહસ્ય છે.