________________
૪૪૪
આત્મ-ઉત્થાનને પાયો મોક્ષ માગરૂપ પ્રભુ
લોક વ્યવહારમાં ચિત્ત-સ્વાથ્યને “સુખ” કહેવાય છે. લોકેત્તરમાં મોક્ષને “સુખ' કહેવાય છે.
ચિત્ત-સ્વાથ્ય ધર્મમાં પ્રધાન હેતુ છે. તેના અભાવે કઈ પણ ધર્મકર્મ થઈ શકતું નથી. ઈષ્ટફળ સિદ્ધિની પ્રાર્થનામાં જેના વડે ચિત્ત વાગ્યપૂર્વક ધર્મકાર્ય થઈ શકે તેવી આ લેક સંબંધી પણ અભિમત અર્થ મને પ્રાપ્ત થાઓ, એવી ઈરછા પ્રદર્શિત કરેલી છે.
પ્રભુ, માર્ગોપદેશક અને માગરૂપ પણ છે. ભૂતકાળમાં માર્ગ બતાવીને ઉપકાર કરી ગયા છે, તેમ વર્તમાનકાળમાં દર્શન-પૂજનાદિ વડે, જ્ઞાનાદિ અને તજજન્ય શુભ ભાવાદિ વડે માર્ગરૂપ બનીને ઉપકાર કરી રહ્યા છે.
પ્રભુના દર્શનાદિથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. તેમાં પ્રભુ પિતે નિમિત્તકર્તા છે અને શુભ ભાવ પામનાર જીવ ઉપાદાનાઁ છે. પ્રભુના આલંબનથી મોહનીય આદિ કર્મને ક્ષયે પશમ થાય છે અને જીવને શુભભાવરૂપી રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે, તે જ માગે છે અને તેને આપના પ્રભુ છે.
એકાંત અંદરની શાંતિ માટે બહારના એકતિની જરૂર છે. બહારના એકાંતથી અંદરથી એકાંત મળે છે. અંદરની એકાંત બધા જીવને ભૂલવામાં, બધાં કર્મ, ઈરછા, વિચાર અને વાસનાને છોડવામાં રહેલી છે. આ જ ખરી એકાંત છે. જેમાં જીવ અંતરના સમભાવથી, માધુર્યથી પરમકલ્યાણને રસ્તે પડે છે.
શાંતિની ગાદી શાંતિની ગાદી ઉપર આધ્યાત્મિક સૌન્દર્યની પૂર્ણતા પ્રગટ થાય છે.