________________
૪૪૦
આત્મ–ઉત્થાનને પાયો તાત્પર્ય એ છે કે, સમગ્ર વિશ્વ તત્વથી તીર્થ છે, એવી બુદ્ધિ થયા વિના વ્યવહાર નયમાં નિષ્ણાત બની શકાતું નથી.
વ્યવહાર નય પરને વિષય કરે છે. પરમાં શત્રુ, મિત્ર અને ઉદાસીન-એ ત્રણે વર્ગ સમાઈ જાય છે. મેક્ષમાર્ગમાં-એ ત્રણે વર્ગ ભિન્ન-ભિન્ન રીતે ઉપકારક થઈ રહ્યાં છે એવી સમજણ આવે તે ભવ્યતા વિકાસ પામે છે. ભવ્યત્વ એટલે?
ભવ્યત્વ એટલે મુક્તિગમન ગ્યતાને વિકાસ, તેનું જ નામ પાત્રતા છે અર્થાત પાત્રતા એટલે કૃતજ્ઞતા અને કૃતજ્ઞતા એટલે પાત્રતા-એમ પરસ્પર અવિભાવી છે.
કૃતજ્ઞતા ગુણની ટેચને ૫ર્યા વિના સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી.
પર અનુગ્રહ સ્વીકારતે કૃતજ્ઞતા છે. એને અર્થ–મુક્તિમાર્ગમાં Grace (અનુગ્રહ-કુપા) અનિવાર્ય છે.
કૃતન આત્માને વિસ્તાર નથી. એને અર્થ કૃતજ્ઞતા ગુણ સ્પર્યા વિના કૃતાતા દેષનું નિવારણ થઈ શકતું નથી.
શત્રુ, મિત્ર કે ઉદાસીન ત્રણે વર્ગ વડે હિત થઈ રહ્યું છે. તેથી ત્રણ વર્ગ ઉપકારી છે એવી બુદ્ધિ ઉત્પન્ન થયા સિવાય કૃતજ્ઞતા ગુણને સ્પર્શ અધૂરો રહે છે. તેટલી પાત્રતા–ગ્યતા પણ અણવિકસિત રહે છે અને અગ્યની મુક્તિ થતી નથી.
નમ્રતા ગુણની પરાકાષ્ટાએ પહોંચવા માટે વિશ્વત્રયને કઈને કઈ અવકથી ઉપકારક માનવું અનિવાર્ય થઈ પડે છે.
ત્રણે ભુવનને ઉપગ્રહ પરસ્પર થઈ રહ્યો છે, એવું જ્ઞાન જે સૂત્રથી મળે છે તે સૂત્રની પરિણતિ વ્યવહાર નયમાં નિષ્ણાત બનાવે છે.
નમ્રતા-કૃતજ્ઞતા-પાત્રતા-ગ્યતા વગેરે શબ્દ એકાઈક છે. તેને વિકસાવવા માટે વ્યવહાર અને નિશ્ચયથી સાક્ષાત્ અને પરંપરાએ જે ઉપકારક છે, તેને તીર્થ સ્વરૂપ આદર આપતાં શીખવું જોઈએ.
રનત્રય અને તેનાં સાધને સાક્ષાત્ ઉપકારી છે. તેથી તેના પ્રત્યે પૂજ્યતાને વ્યવહાર પ્રગટપણે પણ થઈ શકે છે. પરંપરાએ ઉપકારક પરિબળે પણ તવથી તીર્થ છે, તેમ છતાં તેના પ્રત્યે બાહ્ય વ્યવહાર પૂજ્યતાને ન કરી શકાય પણ અંતરમાં તેને તીર્થ તરીકે ગણવાને નિષેધ નહિ, પણ વિધાન સમજવું. જે અંતરથી પણ તેને ઉપકારી ન મનાય, તે શત્રુભૂત અને ઉદાસીનત પદાર્થો પ્રત્યે કૃતજ્ઞતા વિકસી શકે નહિ અને તે ન વિકસે, તે આત્મતત્વની પ્રાપ્તિના અર્થાત્ મુક્તિ-રમણીના લાભના અધિકારી થઈ શકાય નહિ. સ્વરૂપ લાભારૂપી મુક્તિ તેને જ મળે છે, જે સ્વભિન્ન વિશ્વને ઉપકારી માને, કૃતજ્ઞતા દ્વારા તેના પ્રત્યે ઉપશમભાવ કેળવે, સંકલેશ રહિત બને.