________________
૪૩૮
આત્મ-ઉત્થાનને પાયો જયારે આપણે વિષમતાને મૌલિક માનવાને ઈન્કાર કરીએ છીએ, ત્યારે તે વિષમતા પિતાની મેળે જ મરી જાય છે,
એ રીતે પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીનું અધ્યાત્મદર્શને પ્રત્યેક વ્યક્તિની નશ્ચયિક શુદ્ધતા અને સ્વતંત્રતાનું પ્રતિપાદન કરે છે. તેને પરિણામે સમસ્ત ચૈતન્યજગતમાં એકરસતા અને સમત્વની સ્થાપના થાય છે.
આ દર્શનને દેવાધિદેવનું દર્શન કહે છે, જેનામાં સર્વ પાપને સમૂલ ઉછે. કરીને, સર્વ મંગલ પ્રદાયકતા રહેલી છે.
વ્યવહાર–નિશ્ચય દર્શન વ્યવહારનયને ન સ્વીકારવાથી તીર્થને વિરછેદ થાય છે. તે વ્યવહારનયનું બીજ “પરસ્પરોપગ્રહો લીવનામ્ ” છે.
નિશ્ચયનયને ન સ્વીકારવાથી તરવને વિલેપ થાય છે. તેનું બીજ “વારોનો અક્ષણમ્ ” સૂત્ર છે.
ઉપગે ધર્મ' ના ટંકશાળી સૂત્ર અનુસાર, તે તરવછવી છે, જેને ઉપયોગ આત્મતત્વમાં છે.
આ ઉપગ લક્ષણ કેઈ કાળે નાશ પામતું નથી. તે જાણવા છતાં નાશ પામનારા પદાર્થો કાજે એકતા કરવાથી આપાગથી ભ્રષ્ટ થવાય છે, એટલે માનવી લાયબ્રષ્ટ થઈને ચારગતિમાં ભટકે છે.
જે કદી પિતાના ઉપયોગથી ભ્રષ્ટ થતું નથી, તેને (તે આત્માને) દુરૂપયેાગ કરી ન કરે, તે તત્વમતિવંતનું લક્ષણ છે.
અતત્વને ઉપગ હોતું નથી, કારણ કે તે ચેતનારહિત છે.
વ્યવહારનયના બીજરૂપ “પરસ્પર ઉપગ્રહ કારકતા” અને નિશ્ચય નયના બીજરૂપ ઉપયોગ, આ ઉભયને વિવેકપૂર્ણ સમાવતાર કરનાર સાધક મોક્ષમાર્ગમાં સરળતાથી આગળ વધી શકે છે.
બીજા બધા મારા ઉપકારી છે. માટે મારાથી કઈ પર અપકાર ન કરાય એ નિયમને જીવનમાં વણવાથી વ્યવહારધર્મ નિશ્ચયધર્મને પાયે બને છે. પછી આત્મછવીપણું સુલભ બને છે.
સ્વને અહંકારહિત બનાવવામાં “પર”ની અમાપ ઉપગિતા છે. જ્યાં અહંકારરહિતતા છે, ત્યાં હૃદયની વ્યાપકતા છે. વિશુદ્ધિ છે. એથી વ્યવહાર