________________
સુખ-દુ:ખ
૪૦૫
નિગોદના જીવના દુખનું ચિંતન નિર્વેદભાવને જગાડે છે. મેક્ષના જીનાં સુખનું ચિંતન સંવેગભાવને જગાડે છે. સંવેગ (મોક્ષાભિલાષ)=મુક્તિસુખનું વર્ણન સાંભળીને ચિત્તમાં થતે પ્રમાદ–એ સંવેગનું લક્ષણ છે. નિર્વેદ (ભદ્રેગ) = નરક નિગોદાદિના દુઓનું વર્ણન સાંભળીને થતા ચિત્તમાં ઉદ્વેગ કરુણા, દીનાનુગ્રહાદિ સાત્વિક ભાવે-એ નિર્વેદનું સ્વરૂપ છે.
ક
સુખ-દુઃખ દુઃખ અને આપત્તિઓમાં આત્ત અને રૌદ્રધ્યાન કરવાથી દુખ અને આપત્તિઓ ઓછા થતાં નથી, પણ તેને ગુણાકાર થાય છે.
માનવીને વર્તમાન સંસાર અને તેનાં સુખ-દુખ ભૂતકાળની ભૂલના કંડરૂપે કે ગુણેના પારિતોષિકરૂપે હોય છે.
પર પદાર્થોના સાગથી ઊપજ આનંદ ક્ષણિક અને અંતે દુઃખમાં પરિણમવાના સ્વભાવવાળે છે.
પુણિયા શ્રાવક, રાજા શ્રી રામચંદ્ર કે હરિશ્ચંદ્ર, શ્રેણિક કે કૃષ્ણ મહારાજાનાં જીવનને સામે રાખે અને તમને દુઃખમાં સમાધાન પ્રાપ્ત થશે, એટલું જ નહિ પણ જીવનમાં સંતેષ આવી જશે.
ધર્મરૂપી ધન જયાં હોય છે, ત્યાં જ આપત્તિરૂપી ચારે ઊભાં રહે છે. કરોડપતિઓને ત્યાં જ રોકીદારો રાખવા પડે છે.
સાધનામાં કણ રહેલું જ હોય છે. ઉપર ચઢવામાં શ્વાસ ચઢે છે અને થકાવટ લાગે છે. તે સિવાય ઉપર ચઢાતું નથી. સેનાને શુદ્ધ કરવા માટે અગ્નિમાં તપાવવું જ પડે છે.
સેનાને શુદ્ધ કરવામાં અગ્નિ જે ભાગ ભજવે છે. આત્માને શુદ્ધ કરવામાં તે જ ભાગ દુ:ખ-આપત્તિઓ ભજવે છે.
કર્મના સંગથી આવનારા દુઃખને સ્વકીય માનવું અને સહજાનંદ સ્વરૂપ આત્માના આનંદને પરકીય માનવું એ પણ મિથ્યાત્વને એક પ્રકાર છે
તત્ત્વતઃ સુખ સ્વકીય છે, દુઃખ પરકીય છે. સુખ સ્વાધીન છે અને દુખ પરસંયોગથી છે. એટલે સુખ માટે આત્મદષ્ટિ ખીલવવી જોઈએ. પછી દુખ દુઃખદાયી નહિ રહે. હા, તે એક નાટકના અંગ જેવું લાગશે.
હું દુખી જ નહિ, કર્મના કારણે આવતાં સઘળાં દુખેનું નિવારણ ધર્મ વડે થાય જ છે. એ ધર્મ બહારની વસ્તુ નથી, પણ આત્માની અણમોલ સંપત્તિ છે.
પર પદાર્થોની આવ-જા જેવાની કળામાં નિપુણ થવા માટે તેવા મહાન સાધકનાં જીવનને લક્ષમાં રાખવા જોઈએ, તેથી તેવી દશા સહજ પ્રાપ્ત થાય છે.