________________
સ્યાદ્વાદનું મહત્તવ
૪ર૭
પરાભવ પામે છે, ત્યારે ત્યારે નમ્રતાપૂર્વક સ્વીકારે છે કે “અમારે પરાજય થયો છે તેમાં જાણતાં કે અજાણતાં પણ જરૂર અમોએ સ્યાદ્ધવાદશૈલીનું (મર્યાદાનું) ઉલ્લંઘન કર્યું હશે.” અન્યથા સ્યાદ્વાદીને કદી પણ પરાજય હોઈ શકે નહિ. સૂર્યની વિદ્યમાનતામાં “અંધકાર છે, એ ઉક્તિ જેટલી અસત્ય કરે છે, તેટલી જ સ્યાદ્વવાદી પરાજય પામે છે, એ ઉક્તિ પણ અસત્ય કરે છે. સ્યાદ્વાદને જીવનમાં ઉતારે
જે કોઈ જેનકુળમાં જન્મ લે, તે પ્રભુ શ્રી મહાવીર સ્વામીને અનુયાયી ગણાય, એમ કહેવાય છે. પણ આ વ્યવહાર–વચન છે. તે સંપૂર્ણ સત્ય નથી, પણ આપેક્ષિત સત્ય છે.
ખરી રીતે તે જીવનમાં જેટલા પ્રમાણમાં સ્યાદ્વાદનું શક્ય પાલન થઈ શકે છે અને પાલન કરવાની જેટલા પ્રમાણમાં ભાવના રહે છે, તેટલા પ્રમાણમાં જ પ્રભુ શ્રી મહાવીરનું સાચું અનુયાયીપણું ઘટી શકે છે.
જગતને સુખી બનાવવા માટે ભગવાન શ્રી મહાવીર સ્વામીને એટલે જ ઉપદેશ છે કે, સ્યાદ્વાદને જીવનમાં ઉતારે.”
સ્યાદ્વાદ એક એવી વસ્તુ છે કે જીવનમાં ઊતર્યા પછી, વ્યક્તિનું જીવન જગતમાં આપ આપ શ્રેષ્ઠ બની જાય છે. એનું પાલન આવે છે એટલે બધી જ આપત્તિઓ, વગર પ્રયત્ન પલાયન થઈ જાય છે. સંપત્તિઓ સ્વાભાવિકપણે આવી મળે છે અને સર્વત્ર એના (એ વ્યક્તિના) નામની વિજયપતાકા ફરકે છે!
આપણા ચાલુ જીવનવ્યવહારમાં “સ્યાદ્વાદ' ઘણે અગત્યને ભાગ ભજવે છે અથવા તે સ્યાદ્વાદના આશયથી જ આપણે આખે આવનવ્યવહાર સુખપૂર્વક ચાલી રહ્યો છે, એમ કહેવું એમાં જરા પણ અતિશયોક્તિ નહિ લેખાય.
આ વાત સાવ સાચી હોવા છતાં તે આપણા દયાનની લગભગ બહાર છે. એ આપણી તે વિષય પ્રત્યેની બેદરકારી તેમજ અજ્ઞાનતા છે. સ્યાદ્વાદની સહાય વગર ગમે તેવો સમર્થ માણસ પણ, પોતાને વ્યવહાર એક દિવસ પણ ચલાવી શકવાને સમર્થ બની શકતું નથી.
આપણા જીવનની આસપાસ ઘણી એવી ચીજો સંકલિત થયેલી હોય છે કે જે જીવન જીવવામાં મુખ્ય ભાગ ભજવે છે અને તે આપણે તદ્દન નજીક હોય છે તેમ છતાં આપણે તે વસ્તુઓથી તદન અજાણ હોઈએ છીએ.
જેમ કે ભોજન કર્યા પછી શરીરમાં કેવી રીતે લેહી, માંસ, ચરબી, હાડકાં, શુક્ર વગેરે ઝપાટાબંધ બને છે, તેને આપણે જાણતા નથી. આ વસ્તુઓ આપણી અધિકાધિક નિકટ બની રહેલી હોવા છતાં અને જીવન જીવવામાં મુખ્ય ભાગ ભજવનાર હોવા છતાં આપણે એનાથી ઘણા જ અજાણ હોઈએ છીએ.