________________
૪૨૬
આત્મ-ઉત્થાનને પાયે પરસ્પર મળીને ચાલે. એક તાણે છે, તે બીજે વાણે છે. ઉભયના મિલનમાંથી જ સુંદર મજાનું વસ્ત્ર તૈયાર થાય છે.
આખુંય વિશ્વ સ્યાદ્વાદી બને, સ્યાદ્વાદ સહુના હૈયે વસે, સ્યાદ્વાદ સહુના મનમાં રમે, સ્યાદ્વાદ સહુના જીવનનું અનિવાર્ય અંગ બને એ જ અભિલાષા !
સ્યાદ્વાદનું મહત્વ પ્રભુ શ્રી મહાવીર સ્વામીને અનન્ય ઉપકાર
આસન્નઉપકારી પ્રભુ શ્રી મહાવીર સ્વામીજીના જે અસીમ ઉપકાર આ જગત ઉપર છે, તેમાં મોટામાં મેટે ઉપકાર, તેઓશ્રીએ જગતને આપેલા સ્યાદ્વાદના બને છે. આ બધ આપીને તેઓશ્રીએ જગતની તમામ આપત્તિઓને એકસાથે ચૂરો કરી નાખે છે.
આ જગત હંમેશાં આપત્તિઓથી પરિપૂર્ણ હોય છે અને તેમાં નિત્ય નવી નવી આપત્તિઓ ઉત્પન્ન થતી જ જાય છે. પણ જેમ નવી નવી આપત્તિઓ ઉત્પન્ન થાય છે, તેમ તેને વિનાશ કરવા માટે પણ આ જગતમાં નવા નવા સપુરુષે કાળક્રમે ઉત્પન્ન થતાં જોવામાં આવે છે. અને એ આપત્તિઓના અંધકારને દૂર કરી નાખવા માટે ભગીરથ પ્રયાસ કરે છે અને તે જ તેમને પ્રયત્ન જગત માટે આદર્શરૂપ બની જાય છે.
વિશ્વોપકારી મહાપુરુષોના પ્રયત્નો “સાધના' રૂપે ઓળખાય છે. અને પ્રભુ શ્રી મહાવીર સ્વામીજીએ આવી ગજબ સાધના દ્વારા પ્રગટેલા કેવળજ્ઞાન દ્વારા જગતને જે બોધ આપે, તેમાં જગતના ઇવેને જીવનમાં ડગલે ને પગલે નડતી અનેક પ્રકારની આપત્તિઓને હઠાવવાના સર્વોત્તમ માર્ગરૂપ સ્યાદ્વાદને ખાસ સમાવેશ થાય છે. અને એ તેઓશ્રીના જગત ઉપરના મેટામાં મોટા અનેક ઉપકારે પૈકીને એક મેટો ઉપકાર છે. તેઓશ્રીએ પ્રકાશેલા એ (સ્યાદ્વાદ) માર્ગને જે કઈ અનુસરે છે, તે પોતાના જીવનમાં નડતી અનેક પ્રકારની બાહ્ય અને આત્યંતર બધી જ આપત્તિઓને વિજેતા બની જાય છે.
મનુષ્ય સ્વભાવ પ્રમાણે પ્રત્યેક મનુષ્ય આપત્તિઓથી બચવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને દરેક સમજદાર માણસ પોતાની શક્તિ અને ક્ષયે પશમ પ્રમાણે એના માર્ગો શોધે છે. અને શોધ કરતાં જ્યારે સંપૂર્ણ સચેટ માર્ગ હાથમાં આવે છે, ત્યારે જ માણસ સંપૂર્ણ રીતે આપત્તિમાંથી છૂટવાને માટે સમર્થ બને છે.
આપત્તિઓને સમૂળ નાશ કરવા માટે પ્રભુ શ્રી મહાવીર સ્વામીજીએ જે માર્ગ બતાવ્યું છે, તે “અનેકાંતવાદ” અથવા “અપેક્ષાવાના નામે પણ ઓળખાય છે. તેને આશ્રય લેનાર આ જગતમાં કોઈ પણ સ્થાને પરાભવ પામતા નથી, એવું તેઓશ્રીનું વચન છે. અને તેથી જ તેઓશ્રીના વચન ઉપર જેમને સંપૂર્ણ વિશ્વાસ છે, તેઓ જ્યારે જ્યારે