________________
૪ર૪
આત્મ-ઉત્થાનને પાયે સમાધાન ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે-ધમતવ જેવી મહાન વસ્તુ તુરછ હૈયામાં, મલિન બુદ્ધિમાં, કલેશના વાતાવરણમાં સિદ્ધ થઈ શકતી નથી, જ્યાં શાતિ છે, શુદ્ધ-બુદ્ધિ છે, સમાધાન છે, ત્યાં જ આ ધર્મતત્વ ખીલે છે. સ્યાદ્વાદ ધર્મને યોગ્ય ભૂમિ બનાવે છે. બાદ એ ધર્મને ખીલવે પણ છે. જયાં વધુ કલેશ છે, વધુ અસમાધાન છે, ત્યાં સ્યાદ્વાદની વધુ જરૂર નથી શું?
કેમ કે સ્યાદ્વાદ તે ન્યાયાધીશ છે. એનું કાર્ય તે એવા સ્થળે જ હેઈ શકે! એ સ્થાનમાં એનું કાર્ય કલેશાદિ દૂર કરીને ધર્મનાં બીજ વાવવાને ગ્ય ભૂમિ તૈયાર કરવાનું છે. જ્યારે સંસારથી પર એવા સાધુ જીવનના ઉચ્ચ ક્ષેત્રે એ ધર્મબીજને ખીલવવાનું કાર્ય કરે છે, એટલે જ ફેર! બાકી સ્યાદવાદની જંરૂર તે જન્મતાંની સાથે જ છે અને મરતાં સુધી રહેવાની જ છે.
જીવનને ટકાવવા જેટલું જરૂરી શ્વાસોચ્છવાસ છે, તેથી ય વધુ જરૂરી, જીવનના યથાર્થ અભિગમને વિકસાવવા માટે સ્યાદવાદ છે. સ્યાદવાદનું સ્વાતંત્ર્ય
એક પ્રશ્ન થાય છે કે સ્યાદવાદ સર્વ દર્શનેને અમુક અમુક અપેક્ષાએ “સત્ય” તરીકે અપનાવે છે, તે સ્યાદ્વાદનું સ્વાતવ્ય શું? યાદ્વાદ શું એક શંભુમેળ નથી બની જતે?
એનું સમાધાન એ છે કે-સર્વ દર્શનેને સાપેક્ષ દષ્ટિએ જોવાનું કાર્ય સ્યાદ્વાદ સિવાય, વિશ્વમાં કઈ દર્શન કરતું નથી. એટલે કે સ્યાદ્વાદનું આવું સમન્વયીદર્શન, આવું સારગ્રાહીત્વ એ જ એનું સ્વાતન્ય છે.
ગંગા, યમુના, ગોદાવરી આદિ સરિતાઓ જ્યાં ભેગી થાય છે, તે વસ્તુને “સમુદ્ર એવું વતન્ત્ર નામ અપાય છે. સમુદ્રમાં જેમ આ રીતે પોતાનું અસ્તિત્વ બધી નદીએથી વિલક્ષણ બને છે, તેમ સ્યાદ્વાર પણ શંભુમેળો નથી, પરંતુ સમુદ્રના જેવું જ એક
સ્વત– તવ છે. જેણે બીજા પ્રત્યેક દર્શનની ખંડન નીતિને ન અપનાવતાં સાપેક્ષદષ્ટિએ મંડનની વિશુદ્ધ–ભૂમિ ઉપર પોતાનું અસ્તિત્વ સ્થાપિત કર્યું છે.
સરિતાઓને પોતામાં સમાવી લેનાર સમુદ્રની જેમ, સર્વ—દર્શનેને પિતામાં સ્થાન આપનાર સ્યાદ્વાદ પણ સ્વતન્ત્ર એક મહાન તત્ત્વ છે.
સમુદ્રને મળનારી સરિતાઓ, સૂર્યના ગમે તેવા તાપથી પણ શેષાતી નથી, તેમ સ્યાદવાદમાં મળેલા સઘળા દર્શનેની ગૌરવગાથા “યાવચ્ચન્દ્ર દિવાકર' બને છે. સ્યાદ્વાદથી છૂટું પડેલું દર્શન તે ટૂંકા ગાળામાં નષ્ટ થઈ જાય છે. સ્યાદવાદનું કાય
સ્યાદ્દવાદ ઝઘડામાં ન પડતાં મોક્ષની પ્રાપ્તિ અને કર્મના ક્ષયની સુયોગ્ય નીતિને અપનાવવામાં વધુ માને છે અને તેણે સારગ્રાહી બનવું પસંદ કરીને કલેશને નિવારવાનું સર્વ પ્રથમ કાર્ય ઉપાડી લીધું છે.