________________
૪૨૨
આત્મ-ઉત્થાનને પાયે શામાંથી અસમાધિ જમે જાતે જ વગર કારણે બુદ્ધિની ભૂલના કારણે દુઃખી થઈએ. પણ જે એ કેરીના સારા ભાગની સારી બાજુને જોઈએ તે ઉત્સાહિત થવાય, મન સ્વસ્થ રહે, બુદ્ધિ આપણને સુખી કરવામાં કારણ બને.
આ સામાન્ય દાખલા ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે, બુદ્ધિની ભૂલોમાંથી આપણે દુઓ જન્માવીએ છીએ. સ્થાવાદ-દષ્ટિ આ ભૂલો કરતાં અટકાવે છે એ વસ્તુની સબળી બાજુનું દર્શન કરાવીને સ્વસ્થતા પ્રદાન કરે છે. સ્યાદવાદ એક મહાન રથિક
ધર્મ સંબંધી જેટલા ઝઘડાઓ જગતમાં ઉપસ્થિત થયા છે, એટલા બીજા કેઈ વિષયમાં કદાચ ઉપસ્થિત નહિ થયા હોય, એમ એક અપેક્ષાથી કહેવાય.
મગલેએ ઇસ્લામ-ધર્મના મૂળ ઊંડા લઈ જવા, અગણિત હિંદુ-મૂર્તિઓના ટુકડા કર્યા અનેક હિંદુઓને મુસલમાન બનાવ્યા, હજારો હિંદુ-સીઓને પિતાના અંતાપુરમાં બેસાડી દીધી.
અંગ્રેજોએ ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે હરિજનને આર્થિક મદદ આપી, ખ્રિસ્તી બનાવ્યા. કહેવાતી સેવા આપનારી સંસ્થાઓ ખોલી, નિશાળો ઊભી કરી અને એ પિતાની કાર્યસિદ્ધિ કરતા રહ્યા.
આવી ધમધ-વૃત્તિએ જીવમાં પરસ્પર સમન્વય ન સાથે. સ્વાદવાદ આ સમન્વય માટે અકસીર ઈલાજ છે. સ્યાદવાદ બધા દર્શનેની લગામ ઝીલનાર એક મહાન પથિક છે. એણે આ “વાદ-નીતિ” સ્વીકારી નથી, પણ વાદીઓના કલેશ-કંકાસને ટાળવાને રાજમાર્ગ જ અપનાવ્યું છે. દરેક કલેશને નિવારવા એ ન્યાયાધીશ તરીકેનું કાર્ય કરે છે. સહુને કેઈ એક રીતેય સારા જેવા માટે એ અપેક્ષા-દષ્ટિ સ્વીકારે છે.
આમ, ધર્મથી ઊભા થતા ઝઘડાઓને, ચુલોને, સંહાર અને ભેગોને સ્યાદવાદ નિવારે છે, પ્રત્યેકમાં રહેલા સુંદર–તવને બહાર લાવી, પ્રત્યેકને માટે બનાવે છે. છતાં બીજાને નાને સિદ્ધ ન કરતાં એને પણ સુ-તત્ત્વને પ્રગટ કરીને એટલે જ મોટે મે આપે છે. આમ પરસ્પર હાથ મિલાવીને સ્યાદવાદ ધર્મના બહાને થતાં યુદ્ધોને દૂર ઠેલે છે. વિશ્વશાન્તિની ભાવના અને સ્યાદવાદ
વિશ્વશાંતિની ભાવનાને પણ સ્યાદ્દવાર જ મૂર્ત સ્વરૂપ આપી શકે. એ તે રશિયાને એની પ્રચંડ શક્તિની અપેક્ષાએ, અમેરિકાને સમૃદ્ધિની અપેક્ષાએ; બ્રિટનને મુત્સવીગીરીની અપેક્ષાએ અને જર્મનીને વિજ્ઞાનની અપેક્ષાઓ-એમ પ્રત્યેકને કઈને કેઈ અપેક્ષાએ મહત્વ આપે છે અને કહે છે-આ બધાય બળોના મિલન થાય તે જ વિશ્વ, શાન્તિને માગે વળી શકે? આ બળ જે છૂટા છવાયાં પડેલાં હશે, તે દરેક પિતાને જ બળવાન સમજી બીજાને તુચ્છકાશે.