________________
સ્યાદ્વાદની સાર્વભૌમતા
૪૨૧ નિત્યમુક્ત નહિ, પણ સંસારમુક્ત પરમેશ્વર એ જ સાચા પરમેશ્વર છે. એ સમજવા માટે અહીં એટલું જ સમજવું પર્યાપ્ત છે કે, મુક્તત્વની સાથે નિત્યત્વ વિશેષણ જેટલું અસંગત છે, તેટલું જ મુક્તત્વની સાથે સંસાર એટલે બદ્ધત્વ વિશેષણ સુસંગત છે.
જે બદ્ધ જ નથી, તે કઈ કાળે પણ મુક્ત વ્યપદેશને યોગ્ય બની શક્તા નથી. મુક્તપદને સાર્થક કરનારા તે જ છે કે, જે બદ્ધ હેઈને “મુક્ત” બન્યા છે. એટલા જ માટે સંસારમુક્ત પરમેશ્વર એ સાચા પરમેશ્વર છે અને નિત્યમુક્ત પરમેશ્વરની વાત નિરાધાર છે. આશા
નિત્યમુક્ત પરમેશ્વરને જગતનું સંચાલન જેટલું અઘટિત છે, તેટલું જ અઘટિત આજ્ઞાનું કરવું છે. આજ્ઞા એટલે આપ્તવચન યાને હિતે દેશ.
ઉપદેશ વચનાત્મક છે. વચન-ક્રિયાત્મક છે અને ક્રિયા અનિત્ય છે.
નિત્ય પરમેશ્વર, અનિત્ય ક્રિયાનું ઉપાદાન બની શકે એ સર્વથા ન્યાય વિરુદ્ધ છે, એટલું જ નહિ, પણ વચન એ શરીરને ધર્મ છે અને નિત્યમુક્ત આત્માને શરીરને સંબંધ કઈ રીતે પણ ઘટિત થઈ શક્તા નથી.
વિષય-કષાયરૂપ સંસારથી મુક્ત પરમેશ્વર જ્યાં સુધી અઘાનિકર્મસહિત છે, ત્યાં પૃથ્વીતલ પર વિચરી હિતેપદેશ આપે છે અને જે ક્ષણે સર્વ-કર્મરહિત બને છે, તે ક્ષણે અશરીરી બની મુક્તિ સ્થાને પહોંચી જાય છે. ત્યાર બાદ તે મુક્તાત્માઓને ઉપદેશકર્મ હેઈ શકતું નથી.
સ્યાદ્વાદની સાર્વભૌમતા સ્યાદ્વાદ દષ્ટિ
જીવનમાં સ્યાદવાદ પચાવો ખૂબ જ જરૂરી છે. મનની સમાધિ, સાચે સામાયિકભાવ સ્યાદવાદની સહાયથી જ પ્રાપ્ત થઈ શકે છે. જીવનમાં અસમાધિના જે ભાવે જણાય છે, તે બધાય નિરાશાવાદમાંથી જન્મ્યા છે. આ નિરાશાવાદ નબળી બાજુઓના દર્શનથી જન્મે છે. સ્ટાફવાદ આ નબળી બાજુના દર્શનને અટકાવી, સબળી બાજુના દશન તરફ આપણને દોરી જાય છે. સબળી બાજુનું દર્શન આશાનું પ્રેરક છે. આશાવાદી, સમાધિને સારી રીતે સિદ્ધ કરી શકે છે, કારણ કે તેણે ફળની અપેક્ષા રાખી નથી.
એક દાખલો લઈએઃ એક કેરી છે. તેને અડધો ભાગ સારો છે, અડધે બગડી ગયે છે. જે બગડેલા ભાગની એની નબળી બાજુને જોઈએ તે નિરાશા થાય. નિશા