________________
આત્મ-ઉત્થાનને પાયે પારમેશ્વરી આશા
શ્રી જિનવપદષ્ટિ આરાધનાનો બીજો પર્યાય પરમેશ્વરી-આજ્ઞા પણ થઈ શકે છે. પારમેશ્વરી એટલે પરમેશ્વર સંબંધી અને આજ્ઞા એટલે આરાધના ! પરમેશ્વર એટલે સર્વશ્રેષ્ઠ ઐશ્વર્યને ધારણ કરનારા ! સર્વશ્રેષ્ઠ ઐશ્વર્યાના માલિક, આ જગતમાં ત્રિભુવન ઉપકારક શ્રી તીર્થકર નામરૂપી પરમ પાવની પુણ્ય-પ્રકૃતિને ઉપભેગ કરનાર શ્રી તીર્થકર દે જ છે. સાચા પરમેશ્વર
“આ જગતમાં એક જ પરમેશ્વર છે! અને તે નિત્ય મુક્ત છે. એ પરમેશ્વરની ઈચ્છાથી જ જગત ઉત્પન્ન થઈ જાય છે અને ઈચ્છા માત્રથી જ જગતને વિનાશ થઈ જાય છે.” પરમેશ્વર સંબંધી આ પ્રકારની નિરાધાર કલ્પના કેટલી અસંબદ્ધ અને વિરોધી છે, તે ચર્ચવાને અહીં પ્રસંગ નથી. કિન્તુ પારમેશ્વરી આજ્ઞા સમજવા માટે સત્ય પરમેશ્વર કેણ છે? એ સમજ્યા વિના ચાલી શકે તેમ પણ નથી.
નિત્યત્વ અને મુક્તત્વ વિશેષણથી અલંકૃત એક પરમાત્મા જગતનું સંચાલન કરે છે–એમ કહેવું એ “નિત્તરમહું મૌની” એમ બેલવાની જેમ નિતાત અસત્ય છે. બેલું પણ છું અને મૌન પણ છું' એમ કહેવું એ જેમ પિતાના જ વચન વડે પોતાની પ્રતિજ્ઞાનું ખંડન છે, તેમ પરમેશ્વર નિત્ય પણ છે અને સંચાલક પણ છે તથા મુક્ત પણ છે અને ઈચ્છાયુક્ત પણ છે, એમ કહેવું એ પણ સ્વપ્રતિજ્ઞા-વિધી છે.
પ્રથમ તે અપ્રચુત, અનુત્પન્ન, સ્થિરેકસ્વભાવ નિત્યત્વ ધર્મયુક્ત કઈ પણ પદાર્થ જગતમાં હસ્તી ધરાવી શક્તા નથી. જેટલા સત્ પદાર્થો છે, તે સઘળા ઉત્પાદ, વ્યય અને પ્રવ્યને અવિનાભાવ સંબંધ છે અર્થાત એકની ગેરહાજરીમાં બીજે રહી શકો જ નથી.
જેમ દીપક અને તેને પ્રકાશ, રત્ન અને તેની કાન્તિ એક બીજાથી છૂટા પડી શકતા નથી, તેમ દ્રવ્ય અને પર્યાય એક બીજા વિના હયાતિ ભેગવી શકતાં જ નથી
જ્યાં પ્રકાશ નથી, ત્યાં દીપક નથી અને જ્યાં દીપક નથી ત્યાં તેને પ્રકાશ નથી, તેમ જ્યાં દ્રવ્ય નથી ત્યાં પર્યાય નથી અને જ્યાં પર્યાય નથી, ત્યાં દ્રવ્ય પણ નથી એટલા જ માટે “અપ્રચુત” એટલે વ્યયરહિત અને “અનુત્પન્ન” એટલે ઉત્પાદરહિત એવા કોઈ પણ એક સ્થિર પરમેશ્વર જગતમાં હયાતિ ધરાવે છે, એમ માનવું એ ઉત્પાઇ અને વ્યયધર્મરહિત શશશંગ (સસલાનું શિંગડું') પણ હયાતિ ધરાવે છે, એમ માનવા બરાબર છે.
અપ્રચુત, અનુત્પન્ન અને સ્થિરેહવભાવવાળા પરમેશ્વર શશશગ સમાન છે. એ સાબિત થયા પછી, પરમેશ્વરી આજ્ઞા સિદ્ધ કરવા માટે કેવા પરમેશ્વર જગતમાં વિદ્યમાન છે, એ સમજવું બાકી રહે છે.