________________
૪૩૨
આત્મ-ઉત્થાનને પાયો છે. અધૂરા શાનમાંથી અનર્થો પેદા થાય છે. અલ્પ જ્ઞાન તે અતિ હાણ-એમ કહેવાય છે, તે બટું નથી. આમ ઢાલની બીજી બાજુ અનેક ક્ષેત્રોમાં જવાની રહી જાય છે.
સુંદર, મુલાયમ તળાઈમાં સૂવા ઈચ્છીએ છીએ, ત્યારે ખડતલ મટી આપણે સુંવાળા બનીશું-એ જોવાનું રહી જાય છે.
સ્વાદિષ્ટ વાનગીઓ જોઈએ છીએ, ત્યારે તેના સેવનથી થતે અપચે, આપણે જેતા નથી.
જીવનના રંગરાગ તરફ નજર જાય છે, ત્યારે મૃત્યુનું અસ્તિત્વ જોવાનું રહી જાય છે. સુખની શોધમાં ભટકતી વખતે, તેના પડછાયા જેવા દુઃખ તરફ અ મંડાતી નથી.
શ્રમ ટાળવા એક પગે તૈયાર રહીએ છીએ, ત્યારે શ્રમમાં રહેલા આશીર્વાદનું સ્વરૂપ નજરે ચઢતું નથી.
પ્રેમ કરવાની તાલાવેલી જાગે છે, ત્યારે સાથે-સાથે તે પ્રેમને નિભાવ કરવા કાજે કરવા પડતાં ત્યાગનું દર્શન જ થતું નથી!
આપણી દષ્ટિ જેમ એક તરફી હોય છે, તેમ ઘણી વાર બહુ જ ટૂંકી પણ હોય છે. આપણને એકી વખતે સમયને અને સ્થળને કોઈ નાનકડો એકાદ ખંડ જ દેખાય છે. એને સર્વ કાંઈ માની આપણે તેમાં ગુલતાન બની જઈએ છીએ. એનાથી આગળનો ભાગ કે આગળને કાળપ્રવાહ આપણી ટૂંકી દૃષ્ટિમાં આવતું નથી.
ટૂંકી દૃષ્ટિવાળા વેપારી, ગ્રાહકને ખરાબ માલ આપી, વધારે ભાવ લઈ એક જ વખતમાં બધે નફે લઈ લેવાનું મન કરે છે. ટૂંકી દૃષ્ટિથી અનર્થ
ઈસ૫-નીતિની એક કથામાં આવે છે કે એક ખેડૂત દરરોજ સેનાનું ઈડું મૂકતી હંસલીને, તેના પેટમાં રહેલું બધું જ સેનું મેળવવાની લાલચે મારી નાખે છે અને અંતે ભિખારી થાય છે. તેવી જ રીતે ટૂંકી દૃષ્ટિથી કામ કરતાં લોકે અનર્થો કરી મૂકે છે.
જે વસતુઓની અનેક બાજુઓ જેવાની તેમ જ લાંબે સુધી જેવાની. આપણે ટેવ પાડી હેય, તે લોભામણી વસ્તુઓનું ખોટું આકર્ષણ મટી જાય અને અણગમતી વસ્તુઓ તરફને તિરરકાર ઓછો થઈ જાય. વળી આપણી લાગણીઓ અને વિચાર-શક્તિ સમતેલપણે કામ કરે. તેથી પ્રવર્તમાન સ્થિતિએ આપણને એગ્ય લાભ અપાવે અને અ
ગ્ય હાનિથી બચાવી લે. દેખીતે લાભ એ કંઈ સર્વેસર્વા લાભ નથી અને દેખીતે ગેરલાભ એ કે સે ટકાને ગેરલાભ નથી.
જીવનમાં એક ત્રીજી દષ્ટિ કેળવવાની પણ જરૂર છે. તેનું નામ છેઃ સૂમ દષ્ટિ