________________
અનેકાંતવાદ
૪૩૩
જગતમાં બધી વસ્તુઓ અરસપરસ અવિચ્છિન્ન રીતે ગૂંથાયેલી છે. એકને સંબંધ બીજા સાથે હોય જ છે. એકમાં ફેરફાર થાય, એની અસર બીજા પર થયા વિના રહેતી નથી. આપણે એકને ફેરફાર જોઈએ છીએ, પણ એનાથી થતાં અનેકવિધ પરિણામે વિસ્તાર જતા નથી.
માથું દુખે ત્યારે આપણે બામ લગાડીને કે “એ” (ASPRO) લઈને સંતોષ અનુભવીએ છીએ. પણ માથું દુખવું એ શરીરના સમગ્ર સ્વાધ્યથી અલગ વસ્તુ નથી. ફક્ત માથાની જ દવા કરાવવી તે સ્કૂલ અને અપૂર્ણ છે. એની પૂર્તિ માટે દઈનું હાર્દ જવાની સૂમ દષ્ટિ જરૂરી છે.
જે આવી સૂમ દષ્ટિ ખીલવવા માટે પ્રયત્ન કરીએ, તે જ ખરો માર્ગ હાથ લાગે. સાચા માર્ગે ચઢ્યા પછી આપોઆપ બધું સારું થવા લાગે છે.
મૂળિયું હાથમાં આવ્યું કે થડ, ડાળીઓ, પાંદડાં, ફળ, ફૂલ આ બધું હાથમાં આવે છે. મૂળને પિષણ આપવાનું શરૂ કર્યું કે આખા વૃક્ષને પોષણ મળવા લાગે છે.
સાચે ડૉક્ટર અનેક વ્યાધિઓની જુદી જુદી દવા કરવા કરતાં, રોગનું મૂળ શોધી તેને જ હઠાવવા પ્રયત્ન કરે છે. આવી સુથમ દષ્ટિ જ જીવનમાં કામ આપી શકે છે.
આમ, એકદેશીય દષ્ટિ, અ દીર્ધદષ્ટિ અને સ્થલ દષ્ટિ-આ ત્રણેય દષ્ટિ રેષિત છે. દષ્ટિના આ દેષને દૂર ર્યા વિના સાચું તત્વદર્શન થતું નથી.
જેના દર્શનની દૃષ્ટિ, સ્યાદવાદનો સિદ્ધાન્ત અને તેની પરિણતિ, દષ્ટિના ઉપરોક્ત ત્રણે દેશે અને તેનાથી નિપજતા અનર્થોનું નિવારણ કરી આપે છે.
ન્યાયને અપલાપ કરી, જીવનમાં અશાતિ પેદા કરનારી એકાંતદષ્ટિથી બચવા માટે સહુએ અનેકાંતદષ્ટિના ઉપાસક બનવું જ રહ્યું.
અનેકાંતવાદ અનેકાંતવા માસાધનાનું અનન્ય સાધન છે.
વસ્તુ અનેક ધર્મવાળી છે તેથી અનેકાંતવાદ વડે શુદ્ધ થયેલી બુદ્ધિ વસ્તુ સ્વરૂપને યથાર્થ જાણે છે.
સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે ઓળખી, સત્યને સ્વીકાર અને અસત્યને પરિહાર કરવો એ અનેકાંતવાદ યાને સ્યાદ્વાદની પરિણતિ છે.
અહિંસાધર્મના શ્રેષ્ઠ પાલન વિના એક્ષપ્રાપ્તિ શક્ય નથી. કેવળ શારીરિક નહિ, કિન્તુ વાચિક અને માનસિક અહિંસાના શિખરે પહોંચવા માટે સ્યાદ્વાદને આશ્રય અનિવાર્ય છે.
આ, ૫૫