________________
સ્યાદ્વાદને મહિમા
૪૧૯ વિભક્તિથી કદી નિર્દેશ થઈ શકે જ નહિ. મતલબ કે હાથીના દાંત એ અવયવરૂપે હાથીને શરીરથી ભિન્ન છે અને એક જ શરીરને અવયવ હોવાથી અવયવીરૂપે અભિન્ન છે.
આ રીતે ભેદભેદને વ્યવહાર સમસ્ત જગતમાં પ્રસિદ્ધ છે, તેમ છતાં તેને સ્વી. કાર ન કરો એ મિથ્યા-મતિની નિશાની છે.
અનેકાન્તવાદ એ નિર્મળ આંતર-ચક્ષુ છે, તેના ઈન્સ્ટાથ્થી તાત્વિક દષ્ટિ લુસ થાય છે અને તવમાગથી ભ્રષ્ટ થવાય છે. સ્યાદવાદનો મહિમા
આપણે જોઈ ગયા કે શ્રી જૈનદર્શન, આરાધના કે આરાધનાનો માગ, એ શ્રી જિનેશ્વરના ઉપદેશથી કેઈ ભિન્ન વસ્તુ નથી. શ્રી જિનેશ્વરદેવોને ઉપદેશ એનું જ નામ શ્રી જેનદર્શન છે.
ઉપદેશ, દશન, આરાધના અને માર્ગ આ ચારે ય ભિન્ન નથી અર્થાત્ અભિન્ન છે. પણ એથી કેઈએ એમ માની લેવાનું નથી કે એ ચારે ય સવશે અભિન્ન છે. ભેદભેદને આટલે વિવેક કરી શકવાની આતરસૂઝ ધરાવનારા આત્માઓ ભાવથી શ્રી જૈનદર્શનને પામવાને લાયક બની શકે છે, તે સિવાય નહિ.
શ્રી જિનેશ્વરને ઉપદેશ અને શ્રી જૈનદર્શન દ્રવ્યતયા અભિન્ન હોવા છતાં પર્યાયતયા ભિન્ન છે. શ્રી જૈનદર્શન અને એથી આરાધના સામાન્યતયા એક હવા છતાં વિશેષતયા જુદી છે. આરાધના અને આરાધનાને માગ જાતિતયા એક હેવા છતાં વ્યક્તિતયા અનેક છે. આ રીતને વ્ય-પયયને, સામાન્ય-વિશેષને કે જતિ-વ્યક્તિને વિવેક નહિ કરી શકનાર માટે પૂ. ઉપાધ્યાયજી ભગવંત શ્રી યશોવિજયજી મહારાજાએ સાચું જ કહ્યું છે કેગુરુ ઉપદેશ વિના જન મૂઢા, દશવ જૈન વગોવે;
પરમ ગુરુ, જેન કહે કર્યું છે ? સ્યાદ્વાર પૂરન જે જાને, નયગર્ભિત જસ વાચા, ગુન, પર્યાય, દ્રવ્ય, જે બુઝે, સે હી જેન હૈ સાચા.
- - પરમ ગુરુ, જેન કહે કર્યું હવે?” આ પંક્તિઓનું તાત્પર્ય એ છે કે, જે આત્મા સ્યાદવાદને જાણતા નથી. જેની વાણી નયવાદથી અર્થાત્ અપેક્ષાવાદથી ગર્ભિત નથી, ગુણ, પર્યાય કે દ્રવ્યનું જેને જ્ઞાન નથી, તે સાચે જેન નથી, એવા આત્માઓ સ્યાદ્વાદના જ્ઞાતા ગુરુઓની નિશ્રા વિના
જ્યાં-ત્યાં શ્રી જૈનદર્શનની વગોવણી કરે છે. મતલબ કે સ્યાદ્વાદની પરિણતિ સિવાય પૂર્ણતાના પંથે પ્રયાણ શક્ય જ નથી.