________________
૪૧૬
આત્મ-ઉત્થાનને પાયે તેવી જ રીતે દેવાધિદેવની પૂજા એ મેક્ષનો માર્ગ છે, એ વાક્ય સાચું છે. પણ એ એક જ વાક્ય સાચું છે, એવું નથી. ગુરુવંદન પણ મોક્ષમાર્ગ છે, એ વાક્ય પણ સાચું છે અને દેવગુરુ અને ધર્મ એ ત્રણેને મેક્ષના માર્ગ તરીકે સ્વીકાર એ સ્યાદ્વાદશ્રુત છે.
ત્રણમાંથી કઈ એકને સવીકારનાર નયશ્રત છે અને કોઈ એકને સ્વીકારી અન્યને નિષેધ કરનાર દુનિયશ્રત છે. આ જ વાતને વ્યાવહારિક દષ્ટિએ સમજવા માટે લાડવાનું દષ્ટાંત છે. નયકૃત–દુનયકૃતનાં દૃષ્ટાંત
ઘી, ગોળ અને આટ-એ ત્રણેના વિધિપૂર્વક્તા મિશ્રણથી લાડ બને છે. એ ત્રણ માંથી કોઈ એકને માદકનું કારણ કહેવું-એ નય છે; એકને કહીને બીજાને નિષેધ કરએ દુર્નય છે; ત્રણેનું સ્થાપન કરવું-એ સ્યાદ્વાદ છે.
બીજુ દાંત ઘરનું છે. કઈ પણ ઘર અથવા મકાન તેનાં પાયાની, ભીંતની અને છાપરાની અપેક્ષા રાખે છે.
ઘર માટે પાયાને સ્વીકાર કરવો, પાયા સિવાય બીજાને ઈન્કાર કરવો અને ત્રણેને સ્વીકાર કર-એ ત્રણે વાક્યો દેખીતી રીતે જ ભિન્ન છે. એ ત્રણે વાક્યોને અનુક્રમે નય, દુર્નય અને સ્યાદવાદની સંજ્ઞા આપી શકાય.
આ રીતે નયવાદ, દુર્નયવાદ અને સ્યાદવાદ, પ્રત્યેક સ્થળે વિચારી શકાય છે.
દયવાદ એ એકાંતવાદ છે, સ્યાદવાદ એ અનેકાંતવાદ છે અને નયવાદ એ અને કાંતવાદને જ એક અંશ છે.
શ્રી જૈનદર્શનમાં એકાંતવાદને મિથ્યા કરાવ્યા છે. મોક્ષમાર્ગમાં તે વિદ્મભૂત છે, અનંથકર છે. અસ અભિનિવેશને પોષનાર છે.
જ્યારે અનેકાંતવાદ મિથ્યા અભિનિવેશને ટાળનાર છે, માધ્યસ્થ પરિણતિને પિષનાર છે તથા મુમુક્ષુઓને સર્વ પ્રકારની વિરાધનાઓથી બચાવી આરાધનાના માર્ગે ચઢાવનાર છે.
નયવાદની ઉપગિતા પ્રવૃત્તિમાં દઢતાને લાવનારી છે તથા સાચાં કારણેને સ્વીકાર કરી અન્ય પણ તેટલાં જ સાચા કારણેને ઈન્કાર કરાવતાં બચાવી લેનાર નીવડે છે, કેવળ
જ કાર” દ્વારા બીજા કારણેનો ઉછેર કરતાં અટકાવનારી પુરવાર થાય છે. ઘોર અંધારી રાતે દીવા જેટલું ઉપકારક આ જ્ઞાન મુમુક્ષુઓને માર્ગદર્શક નીવડે છે. એકાંતવાદનાં ફળ
જૈન શાસકારોના અભિપ્રાય મુજબ આ નયવાદ અને સ્યાદવાદનું રહસ્યપૂર્ણ જ્ઞાન નહિ થવાને લીધે જ, જીવ અનાદિકાળથી એકાંતવાદમાં તણાઈ આ ભવાટવીમાં પરિ. ભ્રમણ કર્યા કરે છે.