________________
૪૦૬
આત્મ-ઉથાનને પાયે
બોધ : એક બળ બુદ્ધિથી બેધ અને ભાવનાથી ભક્તિ, પ્રેમ ઉત્પન્ન થાય છે, બોધને પ્રેમનું રૂપ મળે છે, ભાવનાને ભક્તિનું રૂ૫ પ્રાપ્ત થાય છે.
બોધ સ્થિર થાય એટલે તે એટલે બધે ગમવા લાગે છે કે નિત્ય નિરંતર મન એમાં જ રમવા લાગે છે. એમ થતાં બંધનું રૂપાંતર પ્રેમમાં થાય છે, તેથી ભાવનાને અર્થ ભક્તિ પણ કરી શકાય.
બેધ પ્રેમનું રૂપ લે છે, ત્યારે શાંતિ વધે છે, આપત્તિ પણ સંપત્તિનું રૂપ લે છે. બાધ વગર ભાવના કે ભક્તિ નથી. ભક્તિ વિના શાંતિ કે સુખ નથી. આમ બંધ પણ જીવન વિધાયક એક મહાન ધધનું કામ કરે છે. સુખનું સ્વરૂપ - શાંતિનું નિરૂપાધિકતાનું, અદ્ભુખ્યપણાનું, નિર્વિકારીપણાનું સુખ સામાન્ય સુખેથી જુદું છે.
તેને નિત્યસુખ, આત્મસુખ, ચિત્તસુખ કહે છે. તેને સત્યસુખ પણ કહેવાય છે. તેને ઓળખાવવા માટે સચ્ચિદાનંદ અથવા નિર્વક૯૫ ચિન્માત્ર સમાધિ પણ કહે છે. બધા આત્મામાં સ્થિર થયે એટલે સુખ આવી મળે છે. તેથી તેની પ્રજ્ઞા સ્થિર થઈને તેનું જીવન સુખી થયું એમ કહ્યું છે. બુદ્ધિ વ્યાપાર
સામાન્ય વ્યવહારમાં જે બુદ્ધિને ઉપગ છે, તે બુદ્ધિની એક શક્તિ છે. આત્મબોધ આત્મામાં જ રહેવું જોઈએ. અન્ય કોઈ પણ વ્યવસાયમાં નહિ.
વ્યવહારમાં રહી આત્મબોધ ટકાવી રાખવે, તે કાર્ય કઠિન જરૂર છે, પણ અશકય નથી, કેમ કે તે કૃત્રિમ નથી, કિંતુ સત્ય છે.
સદબુદ્ધિને અનુકૂળ મન અને મનને અનુકૂળ ઈદ્ધિ હેય, તે જીવનનો વ્યવહાર આત્માને અનુકૂળ થાય છે. એથી વિપરીત ઈન્દ્રિયની પાછળ મન અને મનની પાછળ બુદ્ધિ જાય તે અનર્થકારક થાય છે
ઘોડેસવારના હાથમાં લગામ અને લગામને આધીન ઘડો હોય, તે મુકામ પર સહેલાઈથી પહોંચી શકાય છે; પણ ઘેડાના તાબામાં લગામ અને લગામના તાબામાં સવાર હેય, તે મુકામે પહોંચવાની આશા રહેતી નથી.