________________
બોધ : એક બળ
૪૦૭. ઈનિદ્ર ઘેડાને સ્થાને છે, મન લગામના અને બુદ્ધિ એ સવારના સ્થાને છે. બુદ્ધિ રૂપી સવાર, મન રૂપી લગામ અને ઈનિદ્ર રૂપી ઘેડાને જો મનુષ્ય વશ ન થાય, તે પ્રગતિ અવશ્યમેવ થાય. દુઃખ હળવું કરવાના ઉપાય
સુખ કે દુઃખ એ વસ્તુ પર આધારિત નથી, પણ મનની સ્થિતિ પર આધારિત છે.
આ દુનિયામાં દુખની સામગ્રીમાં પણ મનની શાન્તિ અને સુખની સામગ્રીમાં પણ મનની અશાંતિનો અનુભવ કરનારા દેખાય છે.
ચિત્તની શાતિ કે અશાન્તિ માટે બાહ્ય સામગ્રીની અપેક્ષાએ મનનું વલણ અધિક જવાબદાર છે.
પ્રાપ્તને અસંતોષ અને અપ્રાપ્તનું સુજ્ય એ અશાતિનાં બીજ છે.
દુઃખ અને સુખ મનુષ્યભવમાં ઓછામાં ઓછાં હોય છે. અન્ય ભવમાં તે બંનેયની માત્રા અધિક હોય છે. ધર્મની માત્રા અન્ય ગતિઓમાં અ૯પ છે અને મનુષ્યગતિમાં અધિક છે. માટે મનુષ્યગતિમાં ધર્મ સામગ્રીની અધિકતાને સંતોષ અને અન્ય સામગ્રીની અ૯પતાનો સંતોષ–એ બંનેય ચિત્તને શાતિ અપાવી શકે.
થોડા દુઃખ વખતે, અધિક દુઃખને અભાવ દષ્ટિપથમાં લાવવું જોઈએ. સુખની અપતા વખતે ધર્મ સામગ્રીની અધિકતાને વિચાર મુખ્ય બનાવવા જોઈએ.
આ રીતે ચિત્તવૃત્તિને વલણ આપવાને અભ્યાસ કેળવવાથી શાન્તિ અખંડ રહી શકે છે. દુઃખને ધિક્કાર અને પાપને ડર
દુઃખના ધિક્કારમાં પાપને ધિક્કાર ભૂલી જવામાં આવે છે. પાપના ધિક્કારમાં દુઃખને સહન કરવાની તાકાત આવે છે.
જે દુઃખને સહે અને પાપને ન સહે તે સાધુ છે.
પાપ જુગુપ્સામાંથી દુઃખ સહન કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે. દુઃખની જુગુપ્સાવાળાને પાપને ડર રહેતો નથી. પાપના ડરવાવાળાને દુખને ડર હોતો નથી.
દુઃખને ખમવું, સુખને દમવું અને પાપને ઉપશમવું એ ધર્મ છે. મનને જમવું, વચનને ખમવું અને કાયાના કષ્ટને સહવું એ જ વિજયનો ઉપાય છે.
દુઃખને સહવું, પણ પાપને ન સહવું એ જ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, પૂજા અને ભક્તિ છે.
દુઃખને સહવામાં અને પાપને ન સહવામાં આજ્ઞાનું બહુમાન છે.