________________
४०८
આત્મ-ઉત્થાનને પાયે
કર્મસત્તા ધર્મસત્તા પ્રત્યે જીવની ઉદાસીનતાને સહી શકતી નથી. ધર્મસત્તા જીવના શુદ્ર અહંકારભાવને બરદાસ્ત કરી શકતી નથી.
ષ દુખ પ્રત્યે નહિ, પણ તેના કારણરૂપ પાપ પ્રત્યે જોઈએ. જીવને દ્વેષના વિષયભૂત બનાવ તે આજ્ઞાની વિરાધના છે. -
આજ્ઞાની આરાધના દુઃખને સહવામાં છે, પાપને ન સહવામાં છે. મનનીય મુદ્દો
દુઃખ અને સુખ મનુષ્યના ભવમાં ઓછામાં ઓછાં હોય છે. અન્ય ભવેમાં તે બંનેની માત્રા અધિક હોય છે.
ધર્મની અથવા પાપપુણ્યની માત્રા અન્ય ગતિઓમાં અલ્પ છે અને મનુષ્ય ગતિમાં અધિક છે, અન્ય સામગ્રી અલ્પ છતાં ધર્મ સામગ્રી અધિક છે.
આ હકીકતને વિવેકપૂર્વક સ્વીકાર કરી તે મનુષ્યભવને અજવાળવાના પ્રયાસો કરવા જોઈએ, તેમ જ સંતેષપૂર્વક રહેવું જોઈએ.
સુખ-દુઃખનું કારણ વરતુઓમાં નથી, પણ મનની સ્થિતિમાં છે. પ્રાપ્તને અસંતોષ અને અપ્રાપ્તનું સુક્ય એ અશાન્તિનાં બીજ છે.
મનના વલણમાં ફેરફાર કરવાથી અશાન્તિજનક પરિસ્થિતિ પણ શાન્તિનું કારણ બની જાય છે.
મનની શાતિ માટે મનુષ્યભવમાં અન્ય સામગ્રીઓની અલ્પતા વચ્ચે પણ ધર્મ સામગ્રીની અધિકતા છે, તે વિચારને મુખ્ય બનાવવું જોઈએ. તેથી ચિત્તની શાતિ ડહેળાતી નથી, પણ અખંડ રહે છે.
ધર્મ-સામગ્રી ધર્મીને તે રાજાના વહાલા સિંહાસન કરતાં પણ વધુ વહાલી લાગે છે, લાગવી જોઈએ.
આગમોનો અર્ક નમામિ અને “ખમામિ આ બે શબ્દો શી જિનશાસનનું એક છે.
જીવનમાં રહેલું શુદ્ધત્વ એ નમનીય છે અને અશુદ્ધવ એ ખનીય છે. જીવત્વ એ આદરણીય છે અને કર્મને કારણે આવેલું જડત્વ ક્ષન્તવ્ય છે. જીવરાશિના બે વિભાગ છેઃ એક ધર્મ પામેલ અને બીજે નહિ પામેલ. ધર્મને પામેલ છની સાથે “નમઃ શબ્દપ્રયેાગ સાર્થક છે. ધર્મ નહિ પામેલ એની સાથે “મામ શબ્દપ્રયોગ સાર્થક છે.
મામિ એટલે પિતાના કરેલા અપરાધોની ક્ષમાપના અને તે જીવના પિતાના પ્રત્યે થયેલા અપરાધને પણ સહન કરવાની વૃત્તિ.