________________
આગમોને અર્ક
૪૦૯ જીવમાત્ર પ્રત્યે, એક “નમામિ” અને બીજો “મામિ” એ બે શબ્દને વ્યવહાર હોવો જોઈએ. શાસ્ત્રોક્ત આરાધક ભાવ નમામિ અને “મામ” શબ્દોમાં રહેલું છે.
નમામિ સત્ર-જિળાબં, મામિ નવ-નિવામાં . મા”િ શબ્દ સુકૃતાનમેદનાના અર્થમાં છે અને “મામિ' શબ્દ દુષ્કતગહના અર્થ માં છે.
દુષ્કતગહ અને સુકૃતાનુમોદનાપૂર્વક, ચતુશરણ-ગમન એ ભવ્યત્વ-પરિપાકનાં પરમ સાધન છે.
ઉપકારના બદલામાં “નમાજિ” અને અપકારના બદલામાં “વમાનને પ્રયોગ સર્વ જી સાથે ઔચિત્યનું પાલન કરાવે છે. ઔચિત્ય ગુણના પાલનથી આત્મકલ્યાણને માગ સુલભ બને છે.
આત્માનું સ્વરૂપ જોવા માટે શ્રી અરિહંતાદિ ચારનું આલંબન છે. તેમના સ્મરણથી આત્મ-સવરૂપનું સ્મરણ થાય છે અને આત્મ-સ્વરૂપનું સ્મરણ કલ્યાણ નિધાન બને છે.
આત્મ સ્વરૂપ સર્વ ગુણેની ખાણ છે અને સર્વ પ્રકારના શુભ પર્યાની ઉત્પત્તિનું નિધાન છે. સ્વરૂપ રમણતા એ મોક્ષનું અનન્ય કારણ છે. સ્વરૂપ રમણતાનું સાધન અરિહંતાદિ ચારનું સ્મરણ છે.
ભાવથી થતું શ્રી અરિહંતાદિ ચારનું સ્મરણ, એ જીવસ્વરૂપનું જ સ્મરણ હેવાથી જીવને વિશ્રાંતિનું પરમ સ્થાન કહ્યું છે. કહ્યું છે કે,
जीयात्पुण्यांगजननी, पालनी-शोधनी च में ।
हंसविश्रामकमल-श्रीः सदेष्टनमस्कृतिः ॥१॥ અર્થ : પુણ્યરૂપી શરીરને પેદા કરનાર, પુણ્યરૂપી શરીરનું પાલન કરનાર અને પુણ્યરૂપી શરીરનું શોધન કરનાર તથા જીવરૂપી હંસને વિશ્રાંતિ આપવા માટે કમળના વનની શોભાને ધારણ કરનાર એવી, શ્રી પંચપરમેષિની નમસ્કૃતિ સદા જયવંત વર્તે.
અહીં શ્રી પંચપરમેષિની નમસ્કૃતિ એ જ ચતુશરણ ગમનરૂપ છે. એ જ નિશ્ચયથી આત્મસ્વરૂપ રમણતા છે અને એ જ મેક્ષનું અનંતર કારણ છે.
નમામિ એ પદમાં ત્રણ આવશ્યકે સમાયા છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. ગુણને વિકાસ કરનારા સામાયિક, ચઉવિસ અને ગુરુવંદનની આરાધના, એક “નમામિ પદમાં સમાઈ જાય છે. “ખમામિ એ ૫૪માં પ્રતિક્રમણ, કાયેત્સર્ગ અને પચ્ચક્ખાણ આવશ્યક સમાઈ જાય છે.
પ્રતિક્રમણથી શુદ્ધ ન થયેલા દેની શુદ્ધિ માટે કાર્યોત્સર્ગ અને એ બનેથી શુદ્ધ ન થઈ શકે એવા દેશેની શુદ્ધિ માટે પચ્ચકખાણ આવશ્યક છે. આ. ૫૨