________________
મુક્તિનો માર્ગ
૪૧૧ પહેલા ઉપાયમાં જિનભક્તિ છે. બીજામાં જીવમત્રી છે. એકમાં સુકૃતાનમેદના છે. બીજામાં દુષ્કૃતગહ છે. એકમાં પૂજ્ય-તત્વ સાથે ઉચિત વ્યવહારનું પાલન છે, બીજામાં સંપૂર્ણ જીવશશિ સાથે ઉચિત સંબંધ છે.
તાત્પર્ય કે નમવું અને ખમવું, એ આરાધનાને સાર છે. નમનીયને ન નમવું. તે અપરાધ છે. તેનું પ્રાયશ્ચિત નમનીયને નમવાથી થાય છે. બધા છાને ખમવામાં ભવસ્થિતિને પરિપાક થાય છે. આ બે ઉપાયે વડે જીવ શિવપદને અધિકારી બને છે.
મુક્તિનો માર્ગ તો, તો, સંતો ' ક્ષાન્ત, કાન્ત, શાન્ત આ શબ્દ શાસ્ત્રમાં વારંવાર આવે છે, એથી એનું રહસ્ય સમજવા જેવું છે.
નમવું એટલે ખમવું, જમવું, શમવું. ખમવું એટલે કે ઈ પાપ ન કરે એ ભાવના. દમવું એટલે કેાઈ દુઃખી ન થાઓ એ ભાવના, શમવું એટલે સર્વ કઈ મુક્ત બને એ ભાવના.
નહિ પમનાર પાપી બને છે. નહિ દમનાર દુઃખી થાય છે. નહિ શમનાર મુક્તિ પામી શકતું નથી.
પાપથી મુક્ત થવા માટે ખમવું જોઈએ. દુખથી મુક્ત થવા માટે મન-ઈન્દ્રિયોને દમવાં જોઈએ.
કર્મ અને કલેશથી મુક્ત થવા માટે ભરહિત થવું જોઈએ. સર્વને માટે આત્મતુલ્ય સુખ ઈચ્છવું જોઈએ.
ધર્મના અધિકારી બનવા માટે કોઈ પાપ ન કરે, કેઈ દુખી ન થાઓ, સવ કઈ મુક્તિને પામે. એ પ્રાર્થના નિરંતર કરવી જોઈએ. એથી ક્ષમા, શમતા, નિર્લોભતા પુષ્ટ થાય છે.
અથવા ક્ષાત એટલે આપણે બીજા પર ગુસે ન કર જોઈએ. આપણે આપણા ગુસ્સા પર ગુસ્સે કર જોઈએ.
દાન્ત એટલે આપણે આપણું મન અને ઈન્દ્રિ ઉપર કાબૂ મેળવા જોઈએ. બીજા ઉપર કાબૂ સ્થાપવાની કેશિશ ન કરવી જોઈએ.
શાન્ત એટલે આપણે આપણા માટેની બાહા ઈચ્છા અને તૃષ્ણા ત્યાગ કરવો જોઇએ અને બીજાઓની શુભ ઈચ્છાઓ અને ભાવનાઓ પૂર્ણ થાઓ એમ ઈચ્છવું જોઈએ.
એ માટે સરળ ઉપાય, સર્વ સો, પ્રાણીઓ માટે પાપ ન કરવાની દુખ ન પામવાની અને સકળ કર્મ-કલેશથી મુક્ત થવાની ભાવના કેળવવી જોઈએ.
દુખીની મૈત્રી દયા છે, સુખીની મૈત્રી પ્રમોદ છે, પાપીની મૈત્રી દાસીન્ય છે. એ રીતે જીવ માત્ર પ્રત્યે સ્નેહની, નિ:સ્વાર્થ પ્રેમની ભાવના કેળવવી જોઈએ.