________________
સુખ-દુઃખ મીમાંસા
૪૦ ૩
સુખની દાસતાને જીવતી રાખવી અને દુઃખની નિંદા કર્યા કરવી, એ દુખ પ્રત્યેની મોટી કૃતજ્ઞતા છે, કારણ કે દુખ આપણાં અશુભને ખપાવે છે, તેથી તેને તે અપેક્ષાએ ઉપકાર માનવે જોઈએ.
જે સુખ ઈચ્છવા છતાં ન રહે, તેની ગુલામી કરવી અને જે દુઃખ સર્વમુખી વિકાસ કરે, તેનાથી ભયભીત રહેવું તે મોટામાં માટે પ્રમાદ છે.
સુખાસક્તિ એ સમસ્ત વિકારની ભૂમિ છે, જ્યારે સમભાવપૂર્વક સહેલું દુઃખ વિકાસની ભૂમિ છે.
પ્રકૃતિના નિયમ મુજબ જે આવે છે, તે અવશ્ય જાય છે, રહે છે તે કે જેમાં આવવા જવાની વાત હતી નથી. માટે જે આવે ને જાય તેનો સદુપયોગ અને જે કાયમ રહે તેના પર પ્રેમ કરે એ કર્તવ્ય કરે છે.
વિશ્વભરમાં સુખ યા દુખ દેખાય છે, તે સ્થિર નથી, બન્ને પરિવર્તનશીલ છે.
સુખનું પ્રલોભન છે, ત્યાં સુધી દુખ અવશ્ય રહેવાનું. જેને દુઃખને અંત કરે છે. તેને સુખની ઇચ્છાને પણ અંત કરે જરૂરી છે.
દુખની અપરિહાર્યતા અને ઉપયોગિતાના સ્વીકારમાં જ સુખની આસક્તિને અંત છે.
દુઃખની આવશ્યકતાને ન સ્વીકારવી અને તેનાથી સતત ડરતા રહેવું એ ભયંકર ભૂલ, ઉપરાંત કાયરતા પણ છે જ.
દુખની વાસ્તવિક્તાને સ્વીકાર કરી સુખ-દુઃખથી પર જીવનની સાથે અભિન્ન થવું, એ માનવ-જીવનનું સર્વોચ્ચ કયેય છે.
સુખ-લેપતાનો નાશ કરવામાં દુખની ઉપગિતા છે. સર્વોત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરવામાં દુઃખ પરમ હેતુ બને છે, તેથી અનિચ્છાએ પણ દુાખાનુભૂતિ કરાવનાર તત્વ પ્રત્યે કૃતજ્ઞ રહેવું, તે માનવમાત્રનું ર્તવ્ય છે.
અનુકૂળતા એટલે સુખ અને પ્રતિકૂળતા એટલે દુખ–એવી જે સમજ તે ઐહિકભાવજન્ય છે, પરંતુ ભૂત, વર્તમાન અને ભવિષ્યએ ત્રણેય કાળની અપેક્ષાએ સુખ એ છે, જે સ્થિર રહે છે, દુઃખ એ છે, જે સ્વ–પરને સ્વભાવ છ કરે છે.
આવવા જવાના સ્વભાવવાળા સુખ-દુઃખ સાથે આરાધક આત્મા કદીયે બંધાતે નથી, પણ એમાંથી બે ગ્રહણ કરીને આત્મપક્ષે અધિક સ્થિરતા ખીલવીને માનવજન્મને સાર્થક કરે છે.
Eાં