________________
દુ:ખ સુખ માટે છે
૪૦૧ જેમ કઈ રચનામાં સાધને ઉપયોગી છે, અનિવાર્ય છે, પણ કસબ તે કારીગરને છે, તેમ સુખ-દુઃખની પરિસ્થિતિમાં, માણસ પોતે કંઈ જેવો તે જવાબદાર નથી. આપણે સુખી થવાનો પ્રયત્ન કરવો જોઈએ, સુખને મેળવવાને નહિ.
કેટલાક લોક સાધનમાં સુખની શોધ ચલાવે છે, પણ તે સાધનો પરપોટા જેવા છે.
પરપોટૅ લાગે તે ગેળમટેળ, રળિયામણું, સપાટી પર નાજુક ચિત્રોનાં પ્રતિબિંબ ઝીલતે, મેઘ ધનુષના રંગ ઉડાડતે; પણ એ તે તેને અડકે નહિ ત્યાં સુધી જ! અડ
ક્યા કે ફટ કરતેકને તે ફૂટી જાય છે. ડુંગરા દૂરથી જ રળિયામણા લાગે છે, નજીક જઈએ એટલે ખાવા ધાય છે.
વૈભવ, સત્તા, સંગ્રહ, માલિકી–આ બધું જીવ સટોસટનો શ્રમ કરીને, લોહી નીચવીને મેળવવા જેવું નથી, કારણ કે હાથમાં આવતાં જ પેલા પરપોટાની માફક એ ફૂટી જાય છે.
નથી સુખ સાધન ધનમાં, સાપ બહુ વસતા ચંદનમાં!
આમ જે કહેવાયું છે-તે બેટું નથી. ચંદનના વૃક્ષે જાણીને સાધનેમાંથી સુખ લેવા જઈએ, તે તેમાં ઝેરી સાપે વસે છે, તે પણ જાણી લેવું જોઈએ.
માનવ! તું જે તારી પાસે નથી, તેને શોક કરતે નહિ. લકે કહે છે, તેવું સુખ કદાચ તને નહિ મળે. તે પણ જેવું સુખ મેળવવું જોઈએ, તેવું સુખ તે તને અવશ્ય મળતું રહેશે સાધનને દાસ તે તું ન જ બનીશ!
1
દુઃખ સુખ માટે છે વિશ્વનિયમને અધીન થઈ વર્ષાઋતુ આવે છે. આકાશ ઘનઘાર થાય છે. દિશાએ પ્લાન બને છે વીજળીના ચમકારા અને મેઘની ગર્જનાઓથી વર્ષોની ખરેખરી વિકરાળતા ભાસે છે. પણ માનવ! તેથી તે ભયભીત શાને થાય છે? તું એની મીઠી જળધારાઓને ભૂલી જાય છે, એ કેમ ચાલે?
વાદળાંઓ વરસીને વિખરાય જાય છે અને દિશાઓ ધવલ થઈ વધુ શોભે છે. વર્ષનું એ તાંડવ તે સર્જન પહેલાંની પ્રસૂતિ–વેદનાનું અનેખું નૃત્ય છે.
આ જ નિયમને અનુસરીને, સંસારના દુઃખ વખતે કચ્છનાં વાદળો ઘેરાય છે, હદયાકાશ ઘનઘોર બને છે, સર્વત્ર ભયંકરતાનું સર્વભક્ષી સ્વરૂપ દેખાય છે. સંસારની કરળતા સન્મુખ ખડી થઈ જીવનને ડરાવે છે.
પણ રે! માનવ! સંગોનું ચક્ર ફરતું જ રહે છે–તે તું કેમ વિસરી જાય છે? કરાળતાના ગર્ભમાં કલ્યાણની ધારાઓ વષે છે, તે તને કેમ દેખાતી નથી? દુઃખના આ. ૫૧