________________
૪૦૨
આત્મ-ઉત્થાનન પાયો
વાદળાંઓ વરસી, હળવાં થઈ વિખરાઈ જવાના જ છે. ફરીથી સૂર્યના પ્રકાશમાં ચૈતન્યની સૈરભ મઘમઘી ઊઠવાની જ છે ! તું તેમાં તાજગી અને ચમક અનુભવીશ, .
વર્ષાઋતુથી કઈ ગભરાતું નથી, કેમ કે તેની કરાલતામાં સર્જનનાં ફેરાં છે અને તેની વર્ષોમાં પૃથ્વીને કુળવતી કરવાની શક્યતા છે. તે પણ દુઃખને આવકાર, તેમાં રહેલી સર્જકતાને માટે જીવનનું ખેતર ખેડી રાખ અંતે વર્ષોની ઝડીઓ અનાજના ઢગલા જ લાવે છે, તેની જેમ દુઃખ એ સુખના મધુર ફળ ઉત્પન્ન કરવાની પૂર્વ ભૂમિકારૂપ છે, તેની તું ખાતરી રાખ.
પિતાની ચોમેર ઘેરાયેલાં વિપત્તિઓનાં વાળ વચ્ચે પણ માણસે આવા વિશ્વાસ સાથે સ્વસ્થતા ધારણ કરવી જોઈએ કે અમાસની કાજળકાળી રાતમાંથી જ નૂતન વર્ષના નવલા તેજોમય પ્રભાતને ઉદય થાય છે !
નવસર્જન પૂર્વેની લગભગ પ્રત્યેક પ્રક્રિયા દુઃખમય હોય છે, તેનાથી ગભરાયા સિવાય માણસે તેના ઉત્તર-સ્વરૂપને આવકારવા તૈયાર રહેવું જોઈએ. જેઓ આમ વર્તે છે, તેમને ક્યારેય દુઃખ, દુઃખરૂપ લાગતું નથી ! અને એ સુખની પૂર્વભૂમિકા સમજે છે.
સુખ-દુઃખ મીમાંસા જે ન ઈચ્છવા છતાં આવે તે દુઃખ છે. જે ઈચ્છવા છતાં ચાલ્યું જાય તે સુખ છે. એ રીતે દુખનું આવવું અને સુખનું જવું, એ આપણી ઈચ્છાને આધીન ન હોવાથી દુઃખ તથા સુખ એ વાસ્તવિક જીવન નથી.
દુખ સ્વભાવથી અપ્રિય છે, માટે વાસ્તવિક જીવન નથી. સુખમાં સ્થિરતા નથી, માટે તે પણ વાસ્તવિક જીવન નથી. વાસ્તવિક જીવન સુખ તથા દુખ બન્નેના સદુપગમાં રહેલું છે.
સુખને સદુપગ દુઃખીઓની સેવામાં છે; દુઃખને સદુપયેગ “અહ”ને “મમ' ના નાશમાં છે, તેને સમભાવપૂર્વક સહન કરવામાં છે.
સુખ-દુઃખમાં જીવનબુદ્ધિ સ્વીકારવી એ ભૂલ છે અને સુખ-દુઃખને સદુપયેગ એ વિકાસનું મૂળ છે.
દુઃખથી ભયભીત થવું અને સુખમાં આસક્ત રહેવું એ માનવ મનને પ્રમાદ છે.
દુઃખને મહિમા તે જ સમજી શકે છે કે, જેણે દુખના પ્રભાવથી સુખની આસક્તિને સર્વીશે ઉછેદ કર્યો છે.