________________
૩૮૬
આત્મ-ઉત્થાનને પાયો વાર પતન થયું કે-લોકમાન્યતા મુજબ સ્વર્ગમાં વસનારી ગંગા નદી શતમુખ વિનિપાત પામી ખારા સમુદ્રમાં પડે છે, તેમ પણ અધોગતિને અટકાવી નહિ શકાય!
એક વાર લજજા-મર્યાદા તૂટી કે તે પ્રાયઃ જીવનભર તૂટી જ સમજવી ગૃહસ્થોને પરી માટે તથા સાધુઓને સર્વ શ્રીઓ માટે બ્રહ્મચર્યની નવ વાડ અને ગુપ્તિઓનું હમેશાં પાલન કરવાનું જૈન ધર્મ માં ફરમાન કરવામાં આવ્યું છે, તે આ દષ્ટિએ ઘણું જ મહત્વનું છે.
લજજા અને મર્યાદાને જેઓ વેવલા પણું માનીને, તેને છડેચોક ભંગ કરવા સુધીની છૂટ લે છે તે ખરેખર આગની સાથે અયોગ્ય રમત રમવાનું દુઃસાહસ કરે છે તેઓ નિસર્ગદર લજજાગુણનો નાશ કરી, અવિવેકમય પશુ જીવન જીવવામાં ખટે આનંદ માની અધઃપતનને નેતરી લે છે.
જે વજન અને ભય શુભ કાર્યમાં ત્યાજ્ય મનાયા છે, તે જ ઉજવ અને ભય અશુભ કાર્યમાં હંમેશાં આદરણય ગણાયા છે આર્ય સંસ્કૃતિની અનેક વિશેષતાઓમાંની આ પણ વિશેષતા છે.
લજજા તે આચારનું ઓઢણું છે અને મર્યાદા એ આચારને ટકાવનારી મજબૂત પાળ છે. મર્યાદા માટપને વિકસાવે છે, જ્યારે લજજા સંસ્કારની આભાને વિકસિત કરે છે આ બે ગુણેના પાલનથી માનવી પોતાના જીવનમાં સદ્દધર્મના પાલનની યેગ્યતા વિકસાવીને સદાચારને સંદેશાવાહક બની શકે છે.
પાત્રતાનો પાયો સમગ્ર વિશ્વ તત્વથી તીર્થ છે-એવી બુદ્ધિ થયા વિના વ્યવહારનયમાં નિષ્ણાત બની શકાતું નથી. વ્યવહારનય પરને વિષય કરે છે. પરમાં શત્રુ, મિત્ર, ઉદાસીન ત્રણે વર્ગ સમાઈ જાય છે. મોક્ષમાર્ગમાં એ ત્રણે વર્ગ ભિન્ન ભિન્ન રીતે ઉપકારક થઈ રહ્યા છે–એવી સમજણ આવે, તે જ ભવ્યત્વ વિકસે છે.
ભવ્યત્વ એટલે મુક્તિગમન યોગ્યત્વ. તેને વિકાસ તેનું જ નામ પાત્રતા છે અર્થાત પાત્રતા એટલે કૃતજ્ઞતા અને કૃતજ્ઞતા એટલે પાત્રતા એમ પરપર અવિનાભાવી છે કૃતજ્ઞતા ગુણની ટોચને સ્પર્યા વિના સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શક્તી નથી. પરને અનુગ્રહ સ્વીકારો તે કૃતજ્ઞતા છે.
મૃતદન આમા વિસ્તાર નથી, એનો અર્થ કૃતજ્ઞતા ગુણ સાધ્યા વિના કૃતજ્ઞતા દોષનું નિવારણ થઈ શકતું નથી. શત્રુ, મિત્ર કે ઉદાસીન એ ત્રણે વર્ગ વડે હિત થઈ