________________
૩૯૪
આત્મ-ઉત્થાનને પાયો મૌન રહીને જીવનમાં કડવા ઘૂંટડા ગળી જવામાં અસંખ્ય લાભો રહેલા છે. અટપટા પ્રસંગોમાં પણ મૌન રહીને આપણે કેસ કાળને સેંપી દેવાથી આપણું કામ આપો આપ થઈ જવાને અનુભવ પ્રત્યક્ષ સિદ્ધ છે.
બીજાની ભૂલ સાબિત કરવા કે તરત બતાવી દેવા માટે ઊછળી પડનાર વ્યક્તિ, સામાની ભૂલ તે બતાવી શક્તા નથી, પરંતુ આવેશને લીધે કઠોર વાગેની જાળમાં ફસાઈ જાય છે અને બીજી અનેક ભૂલ કરી બેસે છે. જેના પરિણામે સામી વ્યક્તિની મૂળ ભૂલ બાજુમાં રહી જાય છે અને આ કઠોર વાણીના પ્રયોગથી નવી ભૂલે, સામી વ્યક્તિ માટે બચાવ-શસ્ત્ર બની રહે છે.
ન્યાયમૂલક આપણે ઈચ્છા મુજબ, સામી વ્યક્તિ પાસેથી કામ કઢાવવું હોય તે મૌન રહીને સહન કરવાની કળા સિદ્ધ કરવી જ જોઈએ.
જીવન જીવવાની આ અનુપમ પ્રક્રિયા સહેલી અને સાદી હોવા છતાં, ભલભલા માણસે તેમાં ભૂલ કરી બેસે છે. તેથી જીવનમાં આ પ્રક્રિયાને મહત્વનું સ્થાન આપવું જોઈએ.
જીવનમાં સહિષ્ણુતા સ્થાપિત થાય તે આ એક જ પ્રક્રિયા અનેક કાર્યો સાધી આપનારી બનશે. જીવનમાંથી અથડામણે અને સંઘર્ષો વિદાય લેશે અને જીવન સુખશાન્તિમય બની રહેશે તથા બીજાઓને પણ એવું જીવન પ્રેરક તેમજ ઉપકારક બનશે.
સહિષ્ણુતા એટલે સહનશીલતા.
નમામિ વીર ગિરિસાર ધીરે-આ પંક્તિમાં “સહિષ્ણુતા પદાર્થને સઘળે સાર આવી જાય છે. માત્ર અહથી પ્રેરાઈને અસહિષ્ણુ બનનાર સરવાળે હાર ખાય છે, તેમજ પસ્તાય છે. “ખમવાની” વાત ખૂબ જ મહત્વની છે, કારણ કે જે “ખમી” શકે છે તે યથાર્થ પણે નમી શકે છે. ધરામાંથી ધીરજના સારને તાર ખેંચીને આપણે પણ જીવનમાં આનંદને ઝંકાર જન્માવી જોઈએ.
જીવનનું જીવન બીજાની બીક ક્યારે ન રહે? જ્યારે પારકે પિતાને બને ત્યારે.
જ્યાં પરાયાપણાની ભાવના ન હોય, ત્યાં પારકે મનાતે માણસ પોતાને બની જાય છે અને તેથી જીવન સંપન્ન થઈ જાય છે.
જ્યાં બીજે માણસ પોતાને ન હય, જ્યાં પરાયાપણાની સંકુચિત ભાવના હોય, ત્યાં એ બીજું માણસ આપણા માટે ભારરૂપ બને છે. દુઃખદાયી થઈ પડે છે અને તેથી જીવન વિપત્તિવાળું બની જાય છે.