________________
સત્રના તિરસ્કાર ?
૩૯૭
શૈતાનિયત લેાકેાની નજરે તરત ચઢી જાય છે, પરંતુ તેની દિવ્યતા, તેમના ધ્યાન બહાર જ રહી જાય છે.
દરેક વ્યક્તિમાં જડતા અને ચૈતન્ય અને વસેલાં છે. જડતા અને અધાતિ તરફ ધકેલે છે, જ્યારે ચૈતન્ય તેને ઊધ્વગામી બનાવવા કેાશિષ કરે છે.
વ્યક્તિ માત્રના જીવનને આ ખેંચતાણુ નિર'તર અનુભવવી પડે છે. જડતા જો કે એકાએક ટાળી શકાતી નથી, તેમ છતાં જો તેને ચૈતન્યને અધીન કરવી હૈાય, તે તેમ કરી શકાય છે આ હકીકતમાં મનુષ્યના ઉદ્ધારના ખીજ રહેલાં છે.
પડવું સાહજિક છે, એ વાત માની લઈએ, તેા પણ ચઢવું–એ સાવ અસ્વા ભાવિક નથી, એમ પણ માનવું પડશે. જડતાના બેાજો ઊંચકીને પણ ચૈતન્ય-૫'ખેરુ' ગગન ભણી પાંખા ફફડાવ્યા કરે છે. અને એક દિવસ, જડતાને ખ'ખેરીને તે ઊંડાણમાં સફળ થશે, એવી શ્રદ્ધા રાખવી અસ્થાને નથી.
તત્ત્વદૃષ્ટિએ વિચાર કરતાં મનુષ્યમાં સૂક્ષ્મ રીતે દ્વિવ્યતા રહેલી છે અને તે તેના સ્થૂલ-જીવનમાં પ્રગટ થવા મથામણ કર્યા જ કરે છે. આટલું સમજમાં આવ્યા પછી કાઈ પણ વ્યક્તિને તિરસ્કાર કરવાનું' અંતરથી મન નહિ જ થાય.
જીવસત્કાર
મનુષ્ય સ્વભાવની આ ઊર્ધ્વ ગામિતા ૫૨ વિશ્વાસ મૂકયા પછી, કોઈ પણ વ્યક્તિને અનાદરથી જોવાની ટેવ છૂટી જાય છે અને આદરથી જોવાની ટેવ પડે છે. પછી તે અજ્ઞાનીઓને હસતા નથી કે દુષ્ટો પ્રત્યે ધૃણા દર્શાવતા નથી ખાળકની દુબળતાની તે હાંસી કરતા નથી કે સ્ત્રીઓને અબળા ગણીને તુચ્છકારતા નથી, કારણ તે જાણે છે કે દુષ્ટતા, દુ॰ળતા કે અજ્ઞાનતા એ તે ચૈતન્યની આજુબાજુ વીંટળાયેલી અશુદ્ધિઓના અંશ માત્ર છે.
સેાનાની કાચી ધાતુમાં મિશ્રિત થયેલ ખડક, માટી કે અન્ય ધાતુઓને જોઇને કેાઈ સેનાને ફેકી દેતુ નથી, તો પછી અદ્દભુત શકયતાઓથી ભરેલા વ્યક્તિત્વવાળા માનવને શી રીતે તિરસ્કારી શકાય ? વ્યક્તિમાં વસતી સુવર્ણમયી દિવ્યતા ઉપર તા પ્રેમ જ પ્રગટવા જોઈએ !
નીચમાં નીચ મનુષ્ય પણ શ્રેષ્ઠતાના અધિકારી બન્યાના અગણિત દાખલાઓ મેાજુદ છે. તે બતાવી આપે છે કે, મનુષ્યમાં રહેલી દિવ્યતા એ સત્ય છે, ભ્રમણા નથી !
નીચમાં નીચ વ્યક્તિના પણ અનાદર ન કરતાં, શકય હોય તે તેનામાં રહેલી દિવ્યતાને પ્રગટ કરવામાં સહાયક બનવું જોઇએ. એના બદલે જેઓ અવરોધક બને છે, તેઓને મનુષ્યમાં રહેલી અતિમ સારરૂપતા ઉપર હજી વિશ્વાસ ઉત્પન્ન થયા નથી, એમ માનવુ' પડે છે.